સમસ્ત મહાજનના ગિરીશ શાહના ભત્રીજાની દિક્ષા નિમિત્તે રવિવારે વરઘોડો

0
124

મુંબઈ,

સમસ્ત મહાજન ના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહના ભત્રીજા મોક્ષેસ શેઠ ૨૦ એપ્રિલે અમદાવાદમાં દિક્ષા ગ્રહણ કરવાના છે. આ નિમિત્તે આ રવિવારે શેઠ પરિવારના સિક્કાનગર સ્થિત અર્થકેસલમાં આવેલા નિવાસસ્થાનેથી ભવ્ય વર્ષીદાન વરઘોડાનું આયોજન કરવામાં આવ્યુ છે. ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ મોક્ષેસ છેલ્લા બે એક વરસથી પરિવારના વેપારમાં પ્રવૃત્ત હતા.ગીરીશભાઈ એનિમલ વેલફેર બોર્ડ ઑફ ઇન્ડિયાના સભ્ય પણ છે. જીજ્ઞા સંદીપ શેઠના દીકરા મોક્ષેસ અમદાવાદના તપોવનમાં ૨૦ એપ્રિલે દિક્ષા ગ્રહણ કરશે.તેઓ વૈરાગ્ય દેશના દક્ષ પ.પુ. આચાર્યદેવ શ્રીમદ્ હેમચંદ્ર સૂરીશ્વજી મહારાજના શિષ્યરત્ન પ.પુ.મુનિરાજ શ્રી જીનપ્રેમ વિજયજી મ.સા.નાં ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરશે. વર્ષીદાનના ભવ્ય વરઘોડાનો પ્રારંભ રવિવારે સવારે સાડાઆઠ વાગ્યે અર્થકેસલથી થશે. સવારે ૧૧:૩૦ વાગ્યે દિક્ષાર્થીની પત્રિકલેખનનો કાર્યક્રમ મથુરાદાસ વસનજી હોલમાં સંપન્ન થશે.ત્યાં જ સાધર્મિક ભક્તિ પણ થશે. શેઠ પરિવારે શ્રાવકોને ચુડીદાર,ખેસ, પાઘડી માં તો શ્રાવિકાઓને સાડી, ચણિયાચોળીમાં સામૈયા સાથે પધારવા વિનંતી કરી છે. શેઠ પરિવારમાંથી દિક્ષા ગ્રહણ કરનારા પ્રથમ સભ્ય મોક્ષેસ છે.તેઓ જણાવે છે. કે ” મેં નક્કી પાછલા જન્મોમાં કોઈક સારા કર્મ કર્યા હશે, જેનાં ફળ હું આ જન્મમાં પામ્યો.મારે મારું જીવન જીનચરણે અર્પણ કરીને એને સાર્થક કરવું છે.” આ પાવન પ્રસંગે માતૃશ્રી રમીલાબહેન જયંતિલાલ કાલિદાસ શેઠ પરિવારે મુંબઈ તથા બહારગામના સકળ જૈન સંઘોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને શાસનની શોભા વધારવા આગ્રહભરી વિનંતી કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY