રખડતા જાનવરો ના નિયંત્રણ બાદ ગુરુવારે પાલિકા દ્વારા ખોરાક સંબંધી તપાસ

0
165

ત્રીસ થી વધુ ફરસાણ મીઠાઈ, આઈસ્ક્રિમ ની દુકાનો અને 25 થી વધુ ખાણીપીણી ની લારીઓ પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી બગડેલી સામગ્રી નો નાશ કરી દંડ વસુલ કરાયો

રાજપીપલા: છેલ્લા બે દિવસ થી પાલિકા પ્રમુખ ની કડક સૂચના બાદ પાલિકા ની ટીમોએ શહેર માં રખડતા ઢોરો પર નિયંત્રણ લાવી દીધા બાદ હાલ પડી રહેલી આકરી ગરમીમાં ગુરુવારે શહેરની ફરસાણ મીઠાઈ ,આઈસ્ક્રિમની દુકાનો અને ખાણીપીણી ની લારીઓ પર અચાનક તપાસ કરવા પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલે ટીમને સૂચના આપતા પાલિકા ના ચીફ ઓફિસર હેમેન્દ્ર શાહ ,પ્રહલાદ પંચાલ ,હેમેન્દ્ર માત્રોજા ,મુકેશ બ્રહ્મભટ્ટ સહિતના કર્મચારીઓ તપાસ માં નીકળતા 40 થી વધુ દુકનો અને 25 જેવી ખાણી પીણી ની લારીઓ પર તપાસ હાથ ધરતા અમુક લારી દુકાનો માંથી બગડેલી વસ્તુઓનો નાસ કરી દંડ વસુલ કરતા સમયાંતરે આમ અચાનક ચેકીંગ થી કેટલાક લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો પરંતુ નગરજનો ના સ્વાસ્થ્ય ની હંમેશા ચિંતા કરતાં પાલિકા પ્રમુખ ની આ કામગીરીને નગરજનોએ બિરદાવી હતી .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY