જમીનના વિવાદઃ છોટા રાજન ગેંગના સાગરીત સહિત બે જણાની ધરપકડ

0
206

સુરત,તા.૨૮
સુરતમાં જમીનના આસમાને જતા ભાવો, હીરા તેમજ કાપડ ઉદ્યોગથી અંજાઈને સુરતમાં ફરી એકવાર અંડરવર્લ્ડનો ડોળો મંડાયો છે. થોડા મહિના પહેલા છોટા રાજન ગેગમાંથી છુટા પડેલીને અલગ ગેંગ બનાવનાર રવિ પુજારીએ કાપડ વેપારીને બે કરોડની ખંડણી માટે ધમકી આપી હતી. આ કેસની તપાસ હજુ ચાલી રહી છે ત્યારે વેસુમાં આવેલી કિંમતી જમીનમાં પતાવટ કરવા બિલ્ડરને ધમકી આપવા માટે છોટારાજન ગેંગને સોપારી આપવામાં આવી હતી.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુપ્તરાહે તપાસ કરી બુધવારે રાત્રે મુંબઈથી છોટા રાજન ગેંગના સાગરીત સહિત બે જણાની ધરપકડ કરી હતી. વેસુમાં આવેલી કરોડોની કિંમતની જમીનને લઈને બે બિલ્ડર વચ્ચે ડખ્ખો ચાલતો હતો જેમાં મનીષ અશોક પચ્ચીગર (સુરતી) (રહે, મહિધરપુરા, ગિયાશેરી વિરાંતી એપાર્ટમેન્ટ)એ બિલ્ડરને ધમકવા માટે અંડરવર્લ્ડનો આશરો લીધો હતો.
અંડરવર્લ્ડ માફિયા છોટા રાજનની ગેંગને જમીનમાં પતાવત કરવા માટે બિલ્ડરને ધમકી આપવા માટે સોપારી આપી હતી, જે અંતર્ગત છોટારાજન ગેંગના સુનીલ ઉર્ફે શેખર પ્રતાપ ભીખા જાધવ (રહે, શિવાજી ચોક પુણે) બિલ્ડરને ધમકાવ્યો હતો. અંડરવર્લ્ડની ધમકી મળતા બિલ્ડરના પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી. આ અંગે પોલીસ કમિશનરને રૂબરૂ મળી ફરિયાદ કરતા આ મામલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો દાખલ કરી ગુપ્ત રાહે તપાસ શરૂ કરી હતી. એ સાથે સુનીલ ઉર્ફે શેખર જાધવને મુંબઈથી તેમજ તેને કામ સોંપનારા મનીષ પચ્ચીગરને સુરતથી પકડી પાડ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY