જમીન માપણી રિપોર્ટમાં ૧૦૦ ટકાથી વધુ ભૂલો જામનગરમાં જમીન માપણી રિપોર્ટમાં લોલંલોલ,કંપનીને બ્લેક લિસ્ટ કરવા માંગ

0
27

ગાંધીનગર,તા.૧૨
જમીન માપણી મુદ્દે ગુજરાતના ૧૮,૦૪૭ ગામો પૈકી ૨ ગામોને સેમ્પલ ટેસ્ટ તરીકે સ્વીકારી ફરીથી માપણી કરાઈ હતી. માપણી રિપોર્ટમાં ૧૦૦ ટકા કરતા પણ વધારે ભૂલો સામે આવી હતી. માપણી કરનાર ખાનગી કંપનીને બ્લેક લિસ્ટ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માગ ઉઠી છે. સરકારે આખા ગુજરાતમાંથી સેમ્પલ ટેસ્ટ તરીકે ૨ ગામ પીપર અને સામોરની પસંદ કરીને સરકારના લોકલ સર્વેયરો બંને ગામોના તમામ સર્વે નંબરની ફરીથી માપણી કરાવી હતી.
કંપનીએ કરેલ માપણી અને લોકલ સર્વેયરોએ કરેલ માપણી વચ્ચેનો તફાવત દર્શાવતો રિપોર્ટ તૈયાર કર્યો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સામોર ગામના આવેલા રિપોર્ટે જમીન માપણીની, માપણી કરતી કંપનીની અને કુંભકર્ણ નિંદ્રાધીન સરકારની પોલખોલી નાખી છે. પીપર ગામમાં કુલ ૧૦૯૪ સર્વે નંબર છે જે તમામ સર્વે નંબરના નકશામાં આકૃતિમાં ભૂલો આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY