ગાંધીનગર,તા.૧૨
સરદાર પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાપર્ણને હવે માત્ર માત્ર ૫૦ દિવસ જેટલો સમય બાકી છે. સરદાર સરોવર નર્મદા ડેમ જેનું ભુમીપુજન પ્રથમ વડાપ્રધાન નહેરુએ કર્યું હતું. જ્યારે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
સરદાર વલ્લભાઇ પટેલની વિશાળકાય પ્રતિમા બનાવવાનું સ્વપ્ન નરેન્દ્ર મોદીએ જાયું હતું અને તે હવે પૂર્ણતાને આરે છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ ૮૭ ટકા ઉપર થઈ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૩૫૦૦ કરતા વધારે કામદારો કામ કરી રહ્યા છે.
સ્ટીલ અને કોંક્રીટનું કામ પૂરું થતા ૮થી ૧૦ ટન વજનના બ્રોન્ઝના પડ લગાડવાનું શરૂ થઈ ગયા છે. સરદાર પટેલની જન્મ જ્યંતી ૩૧ ઓક્ટોમ્બરના રોજ છે. જેને હવે માત્ર દોઢ મહિના કરતા ઓછો સમય બાકી છે. ત્યારે દિવસ રાત કામ ચાલે છે.
ઉલ્લેખનીય છે કે, કુલ ૨૯૮૯ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે અને દેશના વડાપ્રધાનનો આ ડ્રિમ પ્રોજેક્ટ છે. કારણ કે, સરદાર પટેલની આ ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા ઝડપથી બને તે માટે તેવો જાતે ખાસ ધ્યાન રાખી રહ્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી એક મહિનામાં બે વખત આવી ગયા અને અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૮૭ ટકા ઉપર પૂર્ણ થયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



