જમ્મુ-કાશ્મીરમાં બસ સ્ટેન્ડ નજીક ગ્રેનેડ હુમલોઃ કોઈ જાનહાનિ નહિ

0
11

નવા વર્ષ પર એલર્ટ જાહેર કરાયુ
જમ્મૂ,તા.૨૯
નવા વર્ષ પર જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુપ્ત માહિતી વિભાગના જણાવ્યા મુજબ જૈશના આતંકી જમ્મુના ઉધમપુર જિલ્લામાં તૈનાત સુરક્ષા પ્રતિષ્ઠાનોને નિશાન બનાવી શકે છે. આ દરમિયાન શુક્રવારે રાત્રે જમ્મુમાં બસ સ્ટેન્ડ પર ઓછી તીવ્રતાવાળો હુમલો થયો હતો. જા કે આ હુમલામાં જાનહાનિ અથવા ઇજાગ્રસ્ત થવાના કોઇ સમાચાર નથી.
માહિતી મુજબ, જમ્મુના બસ સ્ટેન્ડ પર અજાણ્યા વ્યકિતએ કંઈક ફેંક્્યું હતું, જેના પછી ઓછી તીવ્રતાનો ધડાકો થયો હતો. ધડાકાનો અવાજ સાંભળી બસ સ્ટેન્ડમાં હાજર લોકો પણ ગભરાયા હતા. આ દરમિયના પોલીસ સ્ટેશન પર તૈનાત જવાનનો પણ એલર્ટ થયા હતા. ધડાકાના સમાચાર પછી ઘટનાસ્થળ પર સુરક્ષા એજન્સીઓના સરકારી અધિકારીઓ પણ પહોંચ્યા અને અનેક વિસ્તારોમાં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
હુમલા અને ખુફિયા ઇનપુટ પછી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. સ્પેસિફિક ઇનપુટ મુજબ, જમ્મુના ઉધમપુર જિલ્લામાં હાજર સુરક્ષા પ્રતિષ્ઠાનોને જેશના આતંકી નિશાન બનાવવાની ફિરાકમાં છે. તેથી સુરક્ષાદળોએ પણ મોટા હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY