જમ્મુ,તા.૧૧
પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ (PUBG) આજકાલ વિશ્વભરમાં સૌથી પોપ્યુલર મોબાઈલ ગેમ છે. દુનિયાભરમાં સંખ્યાબંધ લોકોને PUBG ગેમનું ઘેલું લાગ્યું છે. જમ્મુમાં પબજી ગેમને લીધે એક યુવકે માનસિક સંતુલન ગુમાવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. જમ્મુનો એક ફિટનેસ ટ્રેનર સળંગ ૧૦ દિવસ સુધી પબજી ગેમ રમ્યો હતો અને તેનું માનસિક સંતુલન ગુમાવતા તેને આખરે હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો હતો. રિપોર્ટ મુજબ જમ્મુમાં નોંધાયેલો આવો કિસ્સો પ્રથમ નથી અગાઉ પણ આવા છ કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ ફિટનેસ ટ્રેનરે સળંગ ૧૦ દિવસ સુધી પબજી ગેમ રમી હતી. ૧૦માં દિવસે મિશન પૂર્ણ કર્યા બાદ માનસિક સ્થિતિ લથડતા તે પોતાની જાતને નુકસાન પહોંચડવા લાગ્યો હતો. જેથી પરીચિતોએ તેને હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો.
ડોક્ટર્સે જણાવ્યું કે, ‘દર્દીની તબીયત હાલમાં અસ્થિર છે અને તે આંશિક રીતે માનસિક સંતુલન ગુમાવી બેઠો છે.’ દર્દી લોકોને ઓળખી રહ્યો છે પરંતુ તેના મગજ પર પબજી ગેમની આફ્ટર ઈફેક્ટની અસર હજુ પણ છે તેમ ડોક્ટર્સે જણાવ્યું હતું. જ્મુના સ્થાનિક લોકોએ રાજ્યપાલ સત્યપાલ મલિકને મળીને આ ગેમ પર બેન લગાવવા દરખાસ્ત પણ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




