જામનગર,તા.૧૦
જામનગર માર્કેટિંગ યાર્ડનાં હોદ્દેદારો માટે સોમવારે ચૂંટણી યોજાઈ. જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. તો માર્કેટિંગ યાર્ડની સત્તા મેળવવામાં ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ આવ્યો છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનાં જ બે જૂથ વચ્ચે હરીફાઈ થઈ રહી છે.
રાઘવજી પટેલ અને પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલની પેનલ વચ્ચે આ જંગ છે. તો ભાજપ હાઈકમાન્ડ પણ આ બંન્ને નેતાઓને સમજાવવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે યાર્ડની કુલ ૧૪ બેઠકો માટે ૨૯ ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે હવે જાવાનું એ રહ્યું કે કઈ પેનલને માર્કેટિંગ યાર્ડની સત્તા મળે છે.
મહત્વનું છે કે જામનગર ભાજપમાં ભડકો થયો છે. શિસ્તબદ્ધ પક્ષની છાપ ધરાવતા ભાજપનાં જ બે દિગ્ગજ નેતાઓ સત્તા માટે સામસામે આવતા કાર્યકરો પણ મૂંઝવણમાં મુકાયાં છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા એવાં રાઘવજીભાઈ પટેલને જામનગરમાં વિધાનસભાની ટીકીટ મળી હતી પરંતુ આ બેઠક પર તેઓની હાર થઇ હતી. ત્યારે હવે તેઓ માર્કેટિંગ યાર્ડ જ જાણે કે એક સત્તા ભોગવવાનું સાધન હોય તે રીતે પૂર્વ મંત્રી એવા રાઘવજીભાઈ તેઓનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



