કુરિયરની ઓફિસમાં પૈસાની લેતી દેતીમાં સંચાલકની છરીના ઘા મારી હત્યા

0
30

જામનગર,તા.૧૬
જામનગરના સતત ધમધમતા એસ.ટી. ડેપો પાસે રાજાવીર કોમ્પ્લેક્સમાં શોપ નં.૮માં ઓરેન્જ ઇન્ટરનેશનલ કુરિયરની ઓફિસમાં જ સંચાલક ડેનિશ બાબુભાઇ બાવરીયા (ઉ.૩૨)ની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. બનાવના પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો. પૈસાની લેતી દેતી મામલે છરીના ઘા ઝીંકી હુમલાખોર નાસી છૂટ્યાનું ખુલતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ સાથે હત્યારાને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
મંગળવારે રાત્રે ડેનિશ ઓફિસ અંદર હાજર હતો ત્યારે જ ત્યાં ધસી આવેલા એક શખ્સે બોલાચાલી બાદ એકદમ ઉશ્કેરાઇ જઇ છરીનો ઘા ઝીંકી દેતા લોહીલૂહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ બનાવની જાણ થતા ૧૦૮ની ટીમ ઉપરાંત એસપી શરદ સિંઘલ, સિટી એના પી.આઇ. કે.કે.બુવળ, એલસીબી અને એસઓજીનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પૈસાની લેતી દેતી મામલે સર્જાયેલી બોલાચાલી બાદ આ હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY