જામનગર,તા.૨૮
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીની સાથે-સાથે સ્વાઈન ફ્લૂનો રોગચાળો વકર્યો છે. સ્વાઇન ફ્લુ પોઝિટિવના વધુ ચાર દર્દીઓ સામે આવતા ભારે દોડધામ મચી ગઇ છે. આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય વિષયક કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે .
જામનગર શહેર અને જિલ્લામાં સ્વાઈન ફ્લૂના રોગચાળાએ ભરડો લીધો છે. એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના એક સાથે ચાર દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. જામનગરની સરકારી હોસ્પિટલમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં તાવ અને શરદીના કેટલાક દર્દીઓને સારવાર માટે દાખલ કરાયા હતા. તેઓના લોહીના નમૂના એકત્ર કરી તપાસ માટે મોકલી અપાયા હતા. જેનો સવારે રિપોર્ટ આવતા એક સાથે ચાર દર્દીઓને સ્વાઈન ફ્લૂનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. જેથી આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે.
ચારે દર્દીઓને જી જી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી એક દર્દીની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. જી.જી.હોસ્પિટલમાં અન્ય ત્રણ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેથી આ વોર્ડમાં સ્વાઈન ફ્લૂ પોઝિટિવ દર્દીઓની સંખ્યા સાતની થઈ છે. જે તમામની સારવાર થઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



