જામનગર,તા.૨૮
જામનગર તાલુકાના ખીમલીયા ગામની સીમમાંથી જમીનમાં દાટેલો મૃતદેહ મળી આવતા દોડધામ મચી ગઈ છે. મૃતદેહ નગ્ન હાલતમાં હોવાથી અને તેના માથાના ભાગે ઈજાના નિશાન હોવાથી તેની હત્યા નિપજાવાઇ હોવાનું તારણ નીકળ્યું છે.
જામનગર નજીકના ખીમલીયા ગામની સીમમાં આવેલા વોંકળામાં એક માનવીના પગ દેખાઈ રહ્યા હોવાનું ખોડીયાર મંદિરે આવતા દર્શનાર્થીઓને ધ્યાનમાં આવતા તેમણે પોલીસને જાણ કરી હતી .જેથી પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો .અને માટીનો ભાગ હટાવીને નિરીક્ષણ કરતા જમીનમાં દાટેલો ૨૫ થી ૩૦ વર્ષની વયના પુરૂષનો મૃતદેહ સંપૂર્ણ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો .
મૃતદેહનો પોલીસે કબજા સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો .મૃતદેહના માથાના ભાગે ઈજાના નિશાન જાવા મળ્યા હોવાથી તેની હત્યા નીપજાવી હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે .અને તપાસ શરૂ કરી છે. કોઈ અજ્ઞાત શખ્સો દ્વારા યુવાનની હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે તેને સંપૂર્ણ નગ્ન હાલતમાં વોંકળામાં ફેંકી દઈ તેના ઉપર માટી ઢાંકી દઈ પુરાવાનો નાશ કર્યાનું પણ તારણ કાઢ્યું છે. પોલીસે ફોરેન્સિક નિષ્ણાત અને ગુનાશોધક શ્વાનની મદદથી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



