નજીવી બાબતમાં ઝઘડો થતા તીક્ષ્ણ હથિયારો વડે મારામારી, ૩ ઈજાગ્રસ્ત

0
6

જામનગર,તા.૪
રાજ્યમાં એક પછી એક અથડામણ થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. રવિવારે રાજ્યના મહેસાણા અને જામનગરમાં અથડામણ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે.
જામનગરની વાત કરીએ તો જામનગરના ભીડભંજન મંદિરની પાસે રામાપીરના પાઠ પઠનનો કાર્યક્રમમાં કોઇ કારણસર ઝઘડો થયો હતો, અને જાતજાતામાં નાના ઝઘડાએ ઉગ્રરૂપ ઘારણ કરી લેતા અથડામણમાં પરિવર્તીત થયો હતો.
આ ઘટનામાં મોડી રાતની અથડામણમાં એક વ્યક્તિ પર ૧૩થી વધુ લોકોએ ધોકા, પાઇપ અને અન્ય ઘાતકી હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે ગંભીર રીતે ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં એવું કહેવામાં આવે છે કે જૂની અદાવતને લઇને આ અથડામણ થઇ હતી, એવું પોલીસનું પ્રાથમિક તારણ હતું.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારબાદ પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY