ભુજ ના મૃતક હોમગાર્ડ જવાન ના પરિવાર ને વેલ્ફેર ફંડ ચૂકવવા અધિકારીઓ નો નનૈયો

0
27

ભુજના હોમગાર્ડ યુનિટમાં વર્ષોથી ફરજ બજાવતા મૃતક શૈલેષ બાબુલાલ સોની ઉ.વર્ષ.૪૯,રહે સરપટ ગેટ ભુજ હોમગાર્ડ સનદ નંબર ૧૪૪૮ પોતાની ફરજ બજાવવા ડ્રેસ પહેરવા ઘરે આવી રહયાં હતા તે દરમિયાન આ હોમગાર્ડ જવાનને તા.૫-૨-૧૮ ના રોજ હૃદયરોગ નો હુમલો આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું તેમના પરિવારજનો આ બનાવથી શોકમગ્ન બનીજવા પામ્યા હતા ત્યારે સરકારના પરિપત્ર મુજબ અગ્નિસંસ્કાર માટે તાત્કાલિક રકમ ફાળવવાની જોગવાઈ હોવા છતાં કોઈ દરકાર લેવાઈ નથી તેમ છતાં મૃતકના પરિવારનાને વેલફર ફંડની રકમ કાપ્યા હોવા છતાં શામાટે અપાતી નથી..? મૃતકના ભાઈ રમેશ સોનીએ જણાવ્યુંકે અમને વખતો વખત બહાના બનાવી ધક્કા ખવડામાં આવે છે અને સ્ટાફના સભ્યો દ્વારા કિન્નખોરીનો ભોગ બની રહ્યા છીએ અમને યોગ્ય ન્યાય મળે અને વેલફર ફંડની રકમ મળેતો અમારા પરિવારને ટેકો મળે ત્યારે હોમગાર્ડ જવાનો દ્વારા તહેલકા ન્યૂઝ ની મુલાકાત લઈ રજુઆત કરી હતીકે અધિકારી દ્વારા મનમાની ભર્યું વર્તન કરી શરતી રેન્ક આપવામાં આવેલ છે તેવા જવાનોને કચ્છમાં કેમ્પ ન યોજવાના કારણે રેન્ક ઉતારી દેવાની પણ વાત કરવામાં આવી રહીછે ત્યારે દરેક ૠતુમાં પોલીસ સાથે ખંભેખંભા મિલાવી માનદસેવા માં ફરજ બજાવતા આ હોમગાર્ડ જવાનોનું શોષણ કરાતું હોવાની વાત કરતા જણાવ્યું હતુંકે અમોને ત્રણ ત્રણ મહિને પણ માંડ વેતન મળેછે અને છેલ્લા ઘણા વર્ષોથી રેન્ક કેમ્પનું આયોજન કરવામાં ન આવતા રેન્ક પરત લેવાની વાતો કરાય છે ત્યારે આ કેમ્પ યોજવાની જવાબદારી કોની..? અને શામાટે આ કેમ્પનું આયોજન કરવામાં આવતું નથી..? તો કચેરી ખાતે અપાતી અરજીઓનું પણ નિકાલ કરાતું ન હોવાની વાત કરીને જણાવ્યું હતુંકે અમુક લોકો કોઈજ વીઆઇપી કે અન્ય બંદોબસ્તમાં જતા નહોવા છતાં તેને છાવરવામાં આવે છે અને ફરજ બજાવતા લોકોને એડવાન્સ ની રકમ આપવામાં આવતી નથી ખરેખર અધિકારીઓએ સમજવાની જગ્યાએ પજવણી કરાતી હોય તે દુઃખદ ઘટના ઘણાવી શકાય તો આ બાબતે અધિકારી પી.કે.ચુડાસમા સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્યું હતુંકે આવા કેમ્પનું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી નથી કરાયું તે સત્ય છે અને મૃતકના પરિવારને ફંડની રકમ માટે કમિટીને તેની ફાઇલ અપાઈ છે ત્યારે આ કમિટી કઈ તે પણ એક યક્ષપ્રશ્ન છે અને આવનારા દિવસોમાં આ પ્રશ્નોનું નિરાકરણ કરાશે તેવી વાત કરી હતી તો તહેલકા ન્યૂઝ દ્વારા ૫:૪૫ વાગ્યે ક્લાર્કને કચેરીના ફોન પર ફોન કરાતા ત્રણ કોલબાદ પણ ફોન ઉપાડાયો નહતો જે ફરજપરની બેદરકારી ગણાવાઈ શકાય તેવી ઘટના છે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરાય અન્યથા હોમગાર્ડ જવાનો નિષ્ક્રિય બનીજવાની ભીતિ સર્જાશે તેમાં કોઈજ શંકાને સ્થાન નથી

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY