જામનગર,તા.૧૧
જામનગરના ચેલા-ચંગાથી પીપળી રોડ ઉપર ત્રિપલ સવારી સાથે જતું બાઇક બળદ સાથે ભટકાતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણેય મિત્રોને ઇજા પહોંચી હતી. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે એક યુવકની હાલત ગંભીર જણાવવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે જામનગર શહેરમાં ગોકુલનગર, રામનગર-૬, શંકરના મંદિરની સામે રહેતાં ૨૭ વર્ષીય હિતેશ દેસુરભાઇ કંડોરીયા નામના યુવાન અને તેમના બે મિત્રો ભરભાઇ અને મનોજભાઇ બાઇક લઇને ત્રિપલ સવારીમાં સર પી.એન. માર્ગ પીપળી રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા.
ત્યારે અંધારાના કારણે બાઇક બળદ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ત્રણેય મિત્રોને ઇજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હિતેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એક મિત્રની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
અન્ય એક મિત્રને જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવની મૃતકના ભાઇ રાજેશભાઇએ પોલીસમાં જાહેર કરતાં પોલીસે મૃતદેહનો કબજા સંભાળીને પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




