જામનગરમાંથી નકલી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ

0
16

જામનગર,તા.૧૭
અવારનવાર નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપવાના અહેવાલો બનતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. અહીં એલસીબીની ટીમે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાંથી એક વ્યક્તિનું અટકાયત કરી છે.
હાલ જામનગર જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આ શખ્શ પાસેથી રૂપિયા ૬૫,૫૦૦ની નવી ખોટી ચલણી નોટો ઝડપી લેવામાં આવી છે. તેની પાસેથી ૨૦૦૦ના દરની ૩૨ અને ૫૦૦ના દરની ૭ જેટલી ખોટી નોટો ઝડપી લેવામાં આવી છે. આ સાથે તેની પાસેથી ૩૯ નકલી નોટ ઝડપી હતી. પોલીસે આરોપી પાસેથી નકલી નોટો બનાવાની સામગ્રી પણ જપ્ત કરી છે. આરોપી આ કેસમાં કલર પ્રિન્ટરથી નકલી નોટ છાપતો હતો.
આ સાથે જ પોલીસને તેની પાસેથી પ્રિન્ટર મશીન, સ્કેનર અને ૫૦ નંગ કોરા કાગળ સહિત નકલી નોટો બનાવાની સામગ્રી પણ જપ્ત કરી છે. પોલીસનું માનવું છે કે આ કેસમાં બીજા અન્ય લોકોના નામ સામે આવી શકે છે. પોલીસે ધરપકડ કરેલ આરોપી જામનગરમાં રાજ પેલેસ હોટેલમાં મેનેજર તરીકે કામ કરતો હતો, અને નકલી નોટ જામનગરના બજારમાં વટાવતો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY