મંજૂરી વિનાની શાળાઓ તથા પેપર લીક મામલે હવે કડક સજા થશે

0
11

ગાંધીનગર,તા.૧૭
ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસા સત્રનો તા.૧૮મી સપ્ટેમ્બરને મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. આ બે દિવસીય સત્ર દરમિયાન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપનાને લગતું વિધેયક, તેમજ મંજૂરી વગર ચાલતી શાળાઓને દંડવા તથા પેપર લીક કરતાં તત્વોને સજા કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક લાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવમી વાઈબ્રન્ટ ગુજરાત પરિષદ ટાણે બાયોટેકનોલોજી ક્ષેત્રે કંઈક થઈ રહ્યાનો દેખાડો કરવા તથા જેને માટે હજી જગ્યા પણ ફાળવાઈ નથી તેવી સૂચિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપનાને લગતું યુનિવર્સિટીની સ્થાપનાને લગતું વિધેયક ભાજપ સરકાર લાવી રહી છે. તદુપરાંત મંજૂરી વગર ચાલતી શાળાઓને દંડવા તથા પેપર લીક કરતાં તત્વોને સજા કરવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક પણ આવી રહ્યુ છે. મંગળવાર અને બુધવાર દરમિયાન મળી રહેલા રાજ્ય વિધાનસભાના સત્ર વખતે આ વધુ બે નવા વિધેયક લાવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. અન્ય જે વિધેયકો લાવવામાં આવનારા છે તેમાં ગુજરાત ભિક્ષા પ્રતિબંધક (સુધારા) વિધેયક, ગુજરાત માલિકી ફ્લેટ (સુધારા) વિધેયક, ગુજરાત નગરપાલિકા (સુધારા) વિધેયક, ગુજરાત જીએસટી (સુધારા) વિધેયક તથા ફોજદારી કાયદો (ગુજરાત સુધારા) વિધેયક સામેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિધેયકમાં બે બાબતોમાં સુધારો કરાયો છે. સરકારની મંજૂર વગર ચાલતી શાળાઓમાં ૧૦-૧૨ ધોરણના ફોર્મ ભરતી વખતે વિવાદ ઊઠે છે અને આવી શાળાઓને મંજૂરી આપવા દબાણ થાય છે, એટલે સરકારે આવી શાળાઓને દંડની રકમ અગાઉ રૂ.૧૦૦થી રૂ.૧૦૦૦ સુધી હતી, તે વધારીને રૂ.૧થી ૨ લાખ સુધીની કરવાનું નક્કી કર્યું છે, જ્યારે અન્ય પેપર લીકેજના મુદ્દામાં પણ દંડની રકમ રૂ.૨ લાખ સુધી કરવાનું તેમ જ સજાની જાગવાઈ બે વર્ષથી વધારીને ૩થી ૫ વર્ષની કરવાનું નક્કી થયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY