જામનગર,તા.૨૪
જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક આવાસ કોલોનીમાં એક કૂટણખાનું ધમધમતું હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત પાંચ સંચાલક અને ચાર ગ્રાહકો સહિત નવ શખ્સને પકડી પાડીને રૂ. ૨.૫૦ લાખની રોકડ ઉપરાંત બાઇક સહિત રૂ.૩.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં એલસીબીના પી.આઇ. આર.એ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન અંધાશ્રમ ફાટક પાસે આવાસ કોલોનીમાં એક મકાનમાં બહારથી મહિલા બોલાવી શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી કૂટણખાનું ચલાવાતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન પોલીસે સંચાલક નીતાબેન મહેન્દ્રભાઇ વાળા, વિરલ મહેન્દ્રભાઇ વાળા, શોભનાબેન રામદેભાઇ બોખીરિયા, કિશન ભરતભાઇ અને તારામતી દિનેશરાય ભટ્ટ સહિત પાંચ સંચાલકોને સકંજામાં લીધા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



