ભાજપ મને ટિકિટ આપશે તો હું ચોક્કસ જોડાઇશઃ સવાણી
સુરત,તા.૨૪
શનિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની ૧૬ બેઠકો માટેનાં ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. પરંતુ તેમાં સુરત પરનાં ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યાં. ત્યારે સુરતમાં બીજેપી ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન મહેશ સવાણીને ટિકિટ આપશે તેવી પ્રબળ ચર્ચાઓ થઇ રહી છે.
મહેશ સવાણી પાટીદાર સમાજનાં આગેવાન છે તેમણે અનામત આંદોલનમાં જ્યારે હાર્દિક પટેલ જેલમાં બંધ હતો ત્યારે પણ સરકરા તરફથી મધ્યસ્થી કરી હતી.
મહેશ સવાણી હાલ ગાંધીનગરમાં છે તેથી પણ આ અટકળો ચાલી રહી છે કે તેમને ટિકિટ માટેની જ વાતો ચાલી રહી છે. જા સમીકરણની વાત કરીએ તો સુરતનાં લોકસભાની જે બેઠક છે તેમાં સુરતીઓની સાથે પાટીદારોનું પણ ઘણું મહત્વ છે. વરાછા, કતાર ગામ, પશ્ચિમ બાજુનો વિસ્તાર પણ આ બેઠકમાં છે અને તેમાં મોટી સંખ્યામાં પાટીદારો અને સૌરાષ્ટ્રનાં લોકો વસે છે. ચર્ચા એવી ચાલી રહી છે કે સુરતમાંથી દર્શના જર્દોષની ટીકીટ કપાઈ શકે છે.
મહેશ સવાણીએ જણાવ્યું કે, ‘પાર્ટી જ અમારી ભારતીય જનતા પાર્ટી છે. હું માત્ર પાટીદારોનો જ નહીં પરંતુ દરેક સમાજનો માણસ છું. જો મને ભાજપ ટિકિટ આપશે તો હું ચોક્કસ જાડાઇશ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





