જામનગર,તા.૧૫
સગી પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને અદાલતે ૧૦ વર્ષની સજા ફટકારી રૂ.૭૫૦૦૦ દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી ભોગ બનનાર પુત્રીને રૂ.૫૦૦૦૦ વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે. જામનગર જિલ્લાભરમાં ચકચાર જગાવનાર કેસની વિગત એવી છે કે,મૂળ નવા મોખાણાના રહેતા આધેડ તેની પુત્રી અને પુત્ર સાથે જામનગરમાં ધુવાવ નાકા પાસે પુત્રીના નાનીના ધરે રહેતા હતાં. નાનીના અવસાન બાદ પિતા પુત્ર અને પુત્રીને સાથે લઇ વાડીએ રહેવા ગયા હતાં. આ દરમ્યાન પિતાએ પોતાની સગી પુત્રી પર દુષ્કર્મ આચરી તેણીને ગર્ભ રાખી દીધો હતો. પુત્રીએ અમદાવાદ મુકામે રહેતા તેના માસીને બનાવની જાણ થતાં તેને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર મામલે પોલીસે પિતા સામે પોકસો અને દુષ્કર્મનો ગુનો નોંધી પિતાની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ પોકસો અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ ડી.બી.વજાણીએ ૩૦ દસ્તાવેજી પુરાવા રજૂ કરી રજૂઆતો કરી હતી. જે ધ્યાને લઇ ન્યાયાધીશ પી.સી.રાવલે પિતાને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સજા અને રૂ.૭૫૦૦૦ નો દંડ ફટકાર્યો છે.દંડની રકમમાંથી ભોગ બનનાર પુત્રીને રૂ.૫૦૦૦૦ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




