એડમીશન નહીં લેવા વિદ્યાર્થીઓ-વાલીઓને સૂચના
સુરત, તા.૨૭
સુરતના વેડ રોડ સ્થિત વિશ્રામનગર સોસાયટીમાં આવેલી મહાવીર એજ્યુકેશન એન્ડ વેલ્ફર ટ્રસ્ટ સંચાલિત મહાવીર હિન્દી વિદ્યાલય સેકન્ડરી સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવી છે. આ શાળાની નોંધણી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા રદ કરાઈ હોવાથી હાલ ધો-૯ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને નજીકની અન્ય શાળામાં પ્રવેશ મેળવી લેવા તેમજ આગામી જુન-૨૦૧૯થી માધ્યમિક વિભાગમાં પ્રવેશ ન મેળવવા વાલીઓને તથા વિદ્યાર્થીઓને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા અપીલ સહ અનુરોધ કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



