ચૂંટણી સંદર્ભે થતાં ખર્ચની વિગતો ન આપતા ૮૯ ઉમેદવારોને નોટિસ ફટકારાઈ

0
23

જામનગર,તા.૧૮
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ૨૬ લોકસભા પર ઉમેદવારી કરી રહેલા કુલ ૩૭૧ ઉમેદવારોમાંથી ૮૯ ઉમેદવારોએ ખર્ચનો હિસાબ ન રજુ કરતાં નોટિસ અપાઈ છે. આચારસંહિતાના નિયમો અનુસાર ચૂંટણી સંદર્ભે થતાં ખર્ચની વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજુ કરવાની હોય છે.
રાજ્ય ચૂંટણી પંચે ૨૬ બેઠકો પરના ૮૯ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ ના કરતાં નોટિસ આપી છે. જેમાંથી જામનગર બેઠકના સૌથી વધુ ૧૬ ઉમેદવાર છે. આ સાથે કચ્છ,અમદાવાદ પૂર્વ, ભાવનગર, આણંદ, બારડોલી, સુરત, અને વલસાડ બેઠકના ઉમેદવારોને નોટિસ આપી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY