‘મુસ્લિમો માટે શું કર્યું..?’નાં સવાલ પર અહેમદ પટેલે ચાલતી પકડી

0
15

વડગામ,તા.૧૮
લોકસભા ચૂંટણીને ગણીને ૫ દિવસ બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના વડગામના છાપી ગામમાં કોંગ્રેસના અહેમદ પટેલને સ્થાનિક મુસ્લિમે તમે અમારા મુસ્લિમો માટે શું કર્યું? એવો સવાલ પૂછતાં કોંગ્રેસી કાર્યકરોએ તેને રોકતા હોબાળો થયો હતો.
મૂળ બનાસકાંઠાની વડગામ વિધાનસભાનો વિસ્તાર પાટણ લોકસભામાં આવે છે. અહીંથી પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલ છાપી ગામ પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક નાગરિકે મુસ્લિમોને લઈને સવાલ કરતાં હોબાળો થયો હતો. જાકે, તેના સવાલનો કોઈપણ જવાબ આપ્યા વગર પટેલ રવાના થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY