અમદાવાદ,તા.૨૭
દરરોજ રૂ. એક કરોડથી વધુ ખોટ કરતી એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા ખાસ કરીને ખુદાબક્ષ પેસેન્જર્સ પર અંકુશ મુકવા કેટલીક બસના આગળ અને પાછળના દરવાજે ઓટોમેટિક સ્કેન મશીન ગોઠવાયાં છે. આ નવી સિસ્ટમ હેઠળ પેસેન્જર્સને આગળના દરવાજેથી બસમાં પ્રવેશ કરીને પાછળના દરવાજાથી ઉતરવાની નવી પ્રણાલિકાને આગામી દિવસોમાં અપનાવવી પડશે. હાલમાં પેસેન્જર્સ પાછલા દરવાજેથી પ્રવેશ મેળવીને આગળના દરવાજેથી ઊતરતા હોઇ નવી પ્રણાલીથી ટેવાવા માટે તંત્રને પણ જહેમત ઉઠાવવી પડશે.
તંત્ર દ્વારા શહેરમાં દરરોજ ૬પ૦ થી ૭૦૦ બસ રોડ પર મુકાય છે, જાકે એએમટીએસમાં ખાનગીકરણની બોલબાલા હોઇ સંસ્થાની માલિકીની માંડ ૧૦૦ બસ રોડ પર દોડે છે. ૬૦૦ જેટલી બસ ખાનગી ઓપરેટરોની હોઇ આ બસ દોડાવવા તંત્ર દ્વારા ખાનગી ઓપરેટરોને મોટી રકમ ચૂકવાય છે. તેની સામે બસની આવક વધતી નથી. એક અંદાજ પ્રમાણે સંસ્થાનો દરરોજનો વકરો દિન-પ્રતિદિન ઘટતો હોઇ હવે માંડ રૂ. ર૭થી ર૮ લાખની આવક થાય છે.
જાકે હવે સત્તાધીશો આઇટીએમએસ પ્રોજેકટમાં આગળ વધ્યા છે. હાલમાં પ્રાયોગિક ધોરણે દશથી પંદર બસના આગળ અને પાછળના દરવાજે ‘પોલ વેલિડેટર મશીન’ મુકાયા છે.
મ્યુનિસિપલ સત્તાવાળાઓ તેવી પદ્ધતિ એએમટીએસ બસ માટે અપનાવી રહ્યા છે, જે હાલની પાછલા દરવાજાથી પ્રવેશ લઇ આગળના દરવાજેથી ઊતરવાની પરંપરાગત પદ્ધતિથી સાવ ઊંધી હોઇ શરૂઆતમાં ભારે અફરાતફરી સર્જાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





