ગાજા તોફાનના કારણે હજારો એકર જમીનનો નાશ થતા ૩ ખેડૂતોએ કરી આત્મહત્યા

0
359

તમિલનાડુ,તા.૨૭
બંગાળની ખીણથી ઉઠેલા ચક્રવાત તોફાનની અસર હવે ધીમે ધીમે ખત્મ થઇ રહી છે. પરંતુ આ તોફાન પોતાની પાછળ વિનાશ છોડીને ગયું છે. આ તોફાનમાં તમિલનાડુમાં હજારો હેક્ટર જમીન પર લાગેલો પાક નષ્ટ થયો છે. તેને લઇને ખેડૂતો પરેશાન છે. આ વિનાશ એટલો મોટો છે કે છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
શનિવારે તમિલનાડુના પુડડુકોટ્ટાઇ જિલ્લામાં ૪૫ વર્ષનાં ખેડૂતે આત્મહત્યા કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર, તિરૂચેલવમ નાળિયેરની ખેતી કરતા હતા અને તેમની લગભગ ૨૫ એકર જમીન નષ્ટ થઈ ગઇ છે. આ જ કારણ તેમણે આત્મહત્યા કરી હતી. આ સમસ્યા તમિલનાડુના માત્ર એક જિલ્લામાં નથી, પણ ઘણા ક્ષેત્રોમાં છે. ગાજા તોફાનથી લગભગ ૫ એકર જમીન બર્બાદ થઇ જવાથી ૫૮ વર્ષના સુંદરરાજે ૨૨ નવેમ્બરે ઝેર ખાઇને આત્મહત્યા કરી હતી.
સુંદરરાજની એક દીકરી પણ છે, તેના જણાવ્યા અનુસાર ૨૧ તારીખે તે ઘરમાંથી બહાર નીકળ્યા પછી ક્્યારેય પાછા નથી ફર્યા. પછી તેમના આત્મહત્યાના સમાચાર મળ્યા. પરિવારના લોકોએ ફરિયાદ કરી કે રાજ્ય સરકાર તરફથી જે વળતર આપવામાં આવ્યું છે, તે ખૂબ ઓછું છે. તેમને માત્ર ૧૭૦૦ રૂપિયાનું વળતર મળ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY