૩ દાયકાનો ઇતિહાસ પલટાયો
જસદણ,તા.૨૩
જસદણ વિધાનસભાની પેટાચૂંટણી એ એક રીતે કુંવરજી બાવળિયા એટલે સંપૂર્ણ ભાજપ વિરૂદ્ધ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા વચ્ચેનો જંગ હતો. જા કે છેલ્લા ૨ દાયકા કરતા પણ વધુ સમયથી જસદણ બેઠકનો પર્યાય બનેલા કુંવરજી બાવળિયા માટે રાહ એટલી આસાન ન હતી. એટલે અહીં કોઇ પણ ભોગે જીત મેળવવી એ ભાજપ કરતા પણ કુંવરજી માટે વધુ જરૂરી અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. કુવરજી બાવળિયાએ આજે સાબિત કરી દીધું છે કે જસદણ એ કોંગ્રેસનો ગઢ નહીં પણ બાવળિયાનો ગઢ છે. જસદણમાં આજે પણ સર્વસામાન્ય નેતા એ બાવળિયા છે ભલે એ કોંગ્રેસમાં હોય કે ભાજપમાં. બાવળિયા હાલમાં ૨૦ હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે. સીએંમ બાવળિયાની જીતમાં સહભાગી થવા માટે જસદણ પહોંચી ગયા છે. કોંગ્રેસે પ્રભારી સહિત ૩૦ ધારાસભ્યોને મેદાને ઉતાર્યા હોવા છતાં તેઓ તેમની પરંપરાગત બેઠક જાળવી શક્યા નથી. મંત્રી બાવળિયાએ સાબિત કરી દીધું છે કે જસદણમાં તેમને હરાવવા એ લોઢાના ચણા ચાવવા સમાન છે. બાવળિયા આજે ડબલ લીડથી ભાજપમાંથી જીતી ગયા છે.
છેલ્લા ૨ દાયકા કરતા પણ વધુ સમયથી જસદણ બેઠક એ કુંવરજી બાવળિયાનો ગઢ ગણાય છે. જસદણમાં કોંગ્રેસનો એવો દબદબો છે કે ભાજપ છેલ્લા ૩૦ વર્ષો દરમિયાન ૨૦૦૯ની પેટાચૂંટણીને બાદ કરતા જસદણની બેઠક જીતવામાં ક્યારેય સફળ રહ્યું નથી. આથી જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જાડાયેલા કુંવરજી બાવળિયા માટે હવે જસદણમાં કોઇ પણ ભોગે જીત મેળવવી એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે.
જા કે રસપ્રદ વાત એ છે કે જસદણ બેઠકનો પર્યાય બની ગયેલા કુંવરજી બાવળિયા તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. ૧૯૮૫માં કુંવરજી બાવળિયા સૌપ્રથમ જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ પ્રથમ જ ચૂંટણીમાં તેમણે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો.
પરંતુ ૧૯૯૫ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને સૌપ્રથમ વખત ધારાસભ્ય બન્યા. ૧૯૯૮ની ચૂંટણીમાં પણ કુંવરજી બાવળિયાએ વિજયનો સ્વાદ ચાખ્યો. તો ૨૦૦૨માં યોજાયેલી ચૂંટણીમાં પણ કુંવરજીએ જંગી લીડથી જીત મેળવી હેટ્રિક સર્જી.
મોદીની લોકપ્રિયતા વચ્ચે પણ બાવળિયાએ ગઢ સાચવ્યો હતો
૨૦૦૭ની ચૂંટણીમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વચ્ચે પણ કુંવરજીએ જસદણનો ગઢ સાચવી રાખ્યો. ૨૦૦૭માં કોંગ્રેસ તરફથી કુંવરજી બાવળિયાએ ૨૫ હજાર ૬૭૯ મતોથી ભવ્ય જીત મેળવી હતી. કુંવરજીને મળેલી આ લીડ એ જસદણના ઇતિહાસમાં એક વિક્રમ છે. જે બાદ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં કુંવરજીએ ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠક આંચકી લેતા કોંગ્રેસમાં તેમનું કદ વધુ મોટું થયું. તો ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ જીત મેળવતા તેમને દબદબો યથાવત્ રહ્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




