એક ભાઇને તો મળ્યા માત્ર ૧૪૪ મત, તમામ અન્ય ૬ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ

0
14

જસદણ,તા.૨૩
જેની આતુરતા પૂર્વક રાહ જાવાતી હતી એ જસદણ પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસના ગઢ ગણાતી જસદણની સીટ પર હવે કમળ ખીલી ગયું છે. આ ચૂંટણીમાં સીધો જંગ ભાજપ અને કોંગ્રેસનો હતો પરંતુ આ બંને સિવાય પણ અન્ય ૬ ઉમેદવારે કિસ્મત અજમાવી હતી. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને એક તરફ ૫૦ હજારથી વધુ મળ મળ્યા હતા, તો બીજી તરફ અપક્ષના એક ઉમેદવારને તો માત્ર ૧૯૮ મત જ મળ્યા હતા.
રાજકોટ જિલ્લાની ૭૨-જસદણ વિધાનસભા બેઠક પર કુલ ૮ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને ૯૦૨૬૨ મત મળતાં ૧૯૯૭૬ મતોથી વિજય થયા, તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને ૭૦૨૮૩ મત મળ્યા હતા.
આ બંને સિવાયના તમામ ૬ ઉમેદવારોને ધારાધોરણ પ્રમાણે મત ન મળતાં ડિપોઝિટ જપ્ત લઇ લેવામાં આવી છે. જસદણ બેઠકમાં કુલ ૨,૩૨,૧૧૬ મતદારોમાંથી ૧,૬૫,૩૨૫ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો ડિપોઝિટ જપ્ત થયેલા ઉમેદવારોમાં પણ અપક્ષના ઉમેદવાર ચિત્રોડા નાથાલાલ પુંજાભાઇને તો માત્ર ૧૪૪ મત મળ્યા હતા. તો અન્ય એક અપક્ષ ઉમેદવાર ભેંસજાળિયા મુકેશ મોહનને પણ માત્ર ૧૯૮ મત મળ્યા હતા.
જસજદણ ઓવરઓલ પરિણામ પર નજર કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને ૭૦૨૮૩ મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને ૯૦૨૬૨ મત મળ્યા હતા. આ સિવાય વીપીપી પાર્ટીના ઉમેદવાર ઘાપા ધમરશી રામજીને ૭૫૫, ડો દિનેશ શના પટેલ જેઓ એનબીએનએમના ઉમેદવાર હતા તેઓને ૨૧૩ મત મળ્યા હતા. તો ચિત્રોડા નાથા પુંજા, અપક્ષને ૧૪૪, ભેંસજાળિયા મુકેશ મોહન, અપક્ષને ૧૯૮, મધુ નિરુપા નટવરલાલ, અપક્ષને ૩૩૧, માકડિયા ભરત જેશાને ૯૯૩ મત મળ્યા હતા.
તો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૨૧૪૬ મત તો નોટામાં પડ્યા હતા. આ મતોની સીધી અસર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને થઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY