જસદણ,તા.૧૩
કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા લોકસભા ચૂંટણીમાં બીજેપી માટે વોટ માંગવા જસદણના કનેસરા ગામે ગયા હતા. ત્યારે ગામના લોકોએ પાણી મામલે બંને નેતાઓનો ઉઘડો લીધો હતો.
વીડિયોમાં કુંવરજીભાઈ દાદાગીરી કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કુંવરજીભાઈએ લોકોને કહ્યું કે ગઈ વખતે તમે મને ૪૫થી ૫૫ ટકા જ મત આપ્યા હતા. ત્યારે કેમ બધા ભેગા થઈને ન આવ્યા. હું પાણી પુરવઠાનો માણસ છું. કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું. ત્યારે ભરત બોઘરાએ પણ લોકોને સમજવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તમે સમજતા નથી. આખા રાજ્યમાંથી લોકો બાવળિયા સાહેબને મળવા માટે આવે છે અને લાઈનો લાગે છે. તમે સમજા.
કુંવરજી બાવળીયાએ આ વીડિયો મામલે ખુલાસો આપતા કહ્યું કે, કનેસરા ગામે અમારી મીટિંગ પૂરી થયા પછી ગામની બહાર કેટલીક મહિલાઓ ઉભી હતી તેઓએ અમને પીવાના પાણીની સમસ્યા કહી. મહિલાઓએ ગ્રામ પંચાયતને લગતો પ્રશ્ન હતો તે અમારી સામે રજૂ થયો. સ્થાનિક સમસ્યાને કારણે પાણી એ વિસ્તારમાં મળતુ નહિ હોય. અમે બધાને સમજાવ્યા કે, આ પ્રશ્ન સ્થાનિક છે. આ હકીકતમાં ધમકી આપવાની કોઈ વાત નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



