ગૌચર જમીન કૌભાંડમાં કુંવરજીને ૭ વર્ષની જેલની સજા થઈ શકે

0
18

જસદણ,તા.૧૬
૨૦૧૮માં કુંવરજી બાવળીયાએ જશદણની બેઠક પરથી રાજીનામું આપી કોંગ્રેસ છોડી ભાજપમાં જાડાઈ ગયા હતા. એટલું જ નહીં વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા કુંવરજીને ભાજપે માત્ર ચાર કલાકમાં જ કેબીનેટ મંત્રી બનાવી દીધા હતા. જેનો ભાજપના નેતાઓ-કાર્યકરો ભારે વિરોધ કરી રહ્યા છે. કુંવરજી શા માટે ભાજપમાં આવ્યા ? તે અંગે ભાજપના સૂત્રો જણાવે છે કે વાસ્તવમાં કુંવરજી બાવળીયાએ ૨૦૦૪માં જમીનનું એક કૌભાંડ કર્યું હતું.
૨૧ ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ સરપંચ સવિતાબહેનની નકલી સહિ અને સિક્કા બનાવ્યા હતા. તેઓએ અમરાપુર ગામની સર્વે નંબર ૪૧૮ પૈકીમાંથી ૧૫૪ એકરમાંથી ૨૦ એકર ગૌચરની જમીન પોતાના ટ્રસ્ટ સાર્વજનીક એજ્યુકેશન ટ્રસ્ટમાં સમાવી લીધી હતી. આ અંગે જશદણ-વીંછીયા તાલુકાના અમરાપર ગામનાં તે વખતના સરપંચ સવિતાબેન વાસાણીએ ૩ જુલાઈ ૨૦૦૫ના રોજ પોલીસ ફરીયાદ કરી હતી. તપાસ કરતા ખબર પડી કે તે સમયનાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીએ જ બોગસ સહિ કરીને ગૌચરની જમીન પચાવી પાડી હતી.
ભાજપના સૂત્રો વધુમાં જણાવે છે કે, શરૂઆતના તબક્કે ગોંડલના ડીવાયએસપીને તપાસ સોંપાયા બાદ ખાસ કોઈ પ્રગતિ થઈ નહોતી. આથી ભાજપ સરકારે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી. જેમાં ૬૦થી વધુ સાક્ષીનાં નિવેદન લેવાયા હતા. જેને પગલે ૨૦૦૮માં કુંવરજીને જેલમાં જવું પડયું હતું. જાકે સેશન્સ કોર્ટે તેમને જામીન આપી દીધા હતા.
બોગસ સહિ સિક્કા કરીને ગૌચરની જમીન પચાવી પાડવાના કેસમાં કુંવરજીને ૭ વર્ષની સજા થઈ શકે છે. ૧૦ વર્ષ પછી આ કેસ હવે બોર્ડ પર આવી ગયો છે. કુંવરજી સામેના પુરાવાઓ મજબુત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY