હજીરાના કૃભકો પ્લાન્ટમાં ૨૦૧૮-૧૯માં રેકોર્ડ બ્રેક ઉત્પાદન અને વેચાણ નોધાયું

0
10

પડકાર રૂપ સમયમાં પણ કૃભકોનું શ્રેષ્ïઠ પ્રદર્શન
સુરત, તા.૫
ક્રિષક ભારતી કો ઓપરેટિવ લિમિટેડ (ક્રીભકો) મલ્ટી સ્ટેટ કો અોપરેટિવ સોસાયટી છે અને સુરતના હજીરા ખાતે તેનો યુરિયા ખાતરનો પ્લાન્ટ આવેલ છે.
ગત નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ સમગ્ર ખાતર ઉદ્યોગ માટે પડકારરૂપ વર્ષ હતું. ક્રીભકો હઝીરા પ્લાન્ટ એમ.આર. શર્મા, ઓપરેશન્સ ડિરેક્ટરના નેતૃત્વ હેઠલ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન એમોનિયા, યુરિયા અને બાયો ફર્ટિલાઈઝરના ઉત્પાદન અને વેચાણ તથા ઉચ્ચતમ ઊર્જા કાર્યક્ષમતા અને ઉત્પાદનમાં પણ ઘણા નવા રેકોર્ડસ સ્થાપેલા છે.
નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન ક્રીભકોએ ૧૩.૬૪૫ લાખ મેટ્રિક ટન એમોનિયા અને ૨૩.૪૨ લાખ મેટ્રિક ટર્ન યુરીયાના ઉત્પાદન કયુ* છે, જે એમોનિયા માટે ૧૦૯.૪ ટકા અને યુરિયા માટે ૧૦૬.૭ ટકાની ક્ષમતાનો વપરાશ કરેલ છે. ક્રીભકોએ ગત વર્ષમાં ૭.૦ લાખ લીટર લિક્વિટ બાયો ફર્ટિલાઈઝરનું ઉત્પાદન અને ૨૩.૫ લાખ મેટ્રિક ટન નીમ કોટેડ યુરીયા બનાવી સમગ્ર ભારતમાં મોકલેલ છે.
વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન સોસાયટીએ વાર્ષિક ૮.૦૯૮ જીકેલ/એમ.ટી. એમોનિયા (જે પ્રારંભથી સૌથી નીચું છે) અને ૫.૬૩૬ જીકેલ/ટન યુરિયાના વાર્ષિક વિશિષ્ટ ઊર્જા વપરાશ હાંસલ કરેલી છે.
ક્રીભકોની સ્થાપના બાદ માર્ચ ૨૦૧૯ સુધી કુલ ૩૫૭.૦૧ લાખ મેટ્રિક ટન એમોનિયા અને ૫૯૦.૦૧ લાખ મેટ્રિક ટનનું યુરીયા ઉત્પાદન કરેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY