બિટકોઈન કેસ : ભાગેડુ જતિન પટેલે અમદાવાદ કોર્ટમાં સરેન્ડર કર્યું

0
210

અમદાવાદ,તા.૨૩
માર્ચ મહિનામાં ગુજરાત સીઆઇડી ક્રાઇમ બ્રાંચમાં ૧૨ કરોડના બિટકોઇન લૂંટી લેવાની નોંધાયેલી ફરિયાદમાં ભાગેડુ આરોપી જતિન પટેલે ગઇકાલ સોમવારે સાંજે અમદાવાદ કોર્ટ સામે શરણાર્ગતિ સ્વીકારી છે. કોર્ટે જતિન પટેલને જુડિશ્યલ-કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરી સુનાવણી માટે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને નોટિસ પાઠવી છે.
સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ દ્વારા સીઆઇડીમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે અમરેલી પોલીસ અને નલિન કોટડીયા તેમજ તેમના સાગરિતો દ્વારા તેમના આ અપહરણનું કાવતરૂ ઘડી તેમનું ગાંધીનગરથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની પાસે રહેલા બાર કરોડ રૂપિયાની કિંમતના બિટકોઇન લૂંટી લેવામાં આવ્યા હતા. આ મામલે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા અમરેલીના એસ.પી જગદીશ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા દ્વારા સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં સુરતના બે વ્યકિતની ભૂમિકા મહત્વની હોવાનું જાણવા મળ્યું હતું.
આખી યોજના ઘડી કાઢવા માટે સુરતના કિરીટ પાલડીયા અને એડવોકેટ કેતન પટેલ મહત્વના હતા. સીઆઇડીની તપાસમાં બહાર આવ્યું કે કેટલીક મહત્વની બેઠકોમાં કેતન પટેલનું ભાઈ જતિન પટેલ પણ હાજર હતો તેમજ બિટકોઇન લૂંટી લીધા બાદ તેની ચૂકવણી આંગડિયા દ્વારા થઈ હતી તે કામગીરી જતીન પટેલે કરી હતી. પોલીસે આ મામલે તમામ સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી. પરંતુ એડવોકેટ કેતન પટેલની ધરપકડ વાત તેનો ભાઈ જતીન ફરાર હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY