અમદાવાદ,તા.૨૩
શહેરમાં દિન-પ્રતિદિન ચેઇન સ્નેચિંગના બનાવ ઉત્તરોતર વધતાં પોલીસ ચેઇન સ્નેચરોને પકડવા માટે લાચાર બની છે. મહિલાઓ કે પુરુષોએ હવે જાહેર રોડ પર કે ભરચક વિસ્તારમાં પણ સોનાની ચેઇન કે દાગીના પહેરીને નીકળવું હવે સલામત નથી રહ્યું, કારણ કે ચેઇન સ્નેચરો બાઇક પર ઘૂમ સ્ટાઇલથી આવીને ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપે છે.
દર એક દિવસે શહેરમાં ચેઇન સ્નેચરોનો ભોગ નિર્દોષ નાગરિક બન્યા રહ્યા છે. ચાલુ મહિનામાં માત્ર ૧૭ ચેઇન સ્નેચિંગના ગુના બન્યા છે, જેમાં મોટા ભાગે વૃદ્ધ મહિલાઓ ચેઇન સ્નેચરોનો ટાર્ગેટ રહી છે.
શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક એટલો બધો વધી ગયો છે કે લોકો હવે સોનાની ચેઇન પહેરતા પહેલા દસ વખત વિચાર કરે છે કે ક્્યાંક બાઇક પર ચેઇન સ્નેચરો આવીને ચેઇન નહીં ખેંચી જાય ને.. શહેરમાં છેલ્લા ૨૩ દિવસમાં ૧૭ ચેઇન સ્નેચિંગની ઘટના બની છે, જે લોકો અને પોલીસ માટે એક ચિંતાનો વિષય બની ગયો છે.
પોલીસ ચેઇન સ્નેચરોને પકડીને જેલમાં મોકલી દે છે પરંતુ જ્યારે તે છૂટીને બહાર આવે છે ત્યારે તે ફરીથી લોકોના ગાળામાંથી ચેઇન સ્નેચિંગ શરૂ કરી દેતા હોય છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મધુવન ગ્લોરીમાં રહેતા વૃધ્ધ વિમલાબેન રાવલ વહેલી પરોઢે પૌત્રને લઇને દુધ લેવા માટે જતા હતા ત્યારે બાઇક પર આવેલા શખ્સોએ તેમના ગળા માંથી ૨૩ હજાર રુપિયાની સોનાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




