મેથ્યુ વેડની ટેસ્ટ ટીમમાં પસંદગી થવી જાઈએઃ જ્યોર્જ બેઈલી

0
17

બ્રિસબેન,તા.૨૨
આૅસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન જ્યોર્જ બેઈલીનું માનવું છે કે ભારત સામે ચાર ટેસ્ટ મેચની આગામી શ્રેણી માટે રાષ્ટ્રની ટીમમાં હાલ પોતાના સારા ફોર્મમાં રહેતા મેથ્યુ વેડની પસંદગી થવી જાઈએ. ટેસ્ટ સિરીઝનો એડિલેઈડ ખાતે પહેલી મેચથી ૬ઠ્ઠી ડિસેમ્બરે પ્રારંભ થનાર છે.
ગયા સપ્ટેમ્બરમાં ચિત્તાગોંગ ખાતે પોતાની છેલ્લી ટેસ્ટમાં ભાગ લીધેલ ૩૦ વર્ષના વેડે શફિલ્ડ શીલ્ડ ક્રિકેટમાં ૮૨.૪ રનની બૅટિંગ સરેરાશ સાથે કુલ ૪૧૨ રન કર્યા છે અને સ્પર્ધામાં ટોચના રનકર્તા બેટધરોમાં તેણે ત્રીજું સ્થાન લીધું છે.
વેડે સ્પર્ધામાં ટાસમાનિયાની ટીમ વતી પશ્રિ્‌ચમ આૅસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડ સામે વિકેટકીપરની ભૂમિકા પણ ભજવી હતી. તેણે આ મોસમમાં પાંચ અડધી સદી ફટકારી છે અને તેનો શ્રેષ્ઠ દેખાવ વિક્ટોરિયા વિરુદ્ધ ૧૩૭ રનનો છે. વર્તમાન ફોર્મના આધારે બેઈલીનું માનવું છે કે ટેસ્ટ ટીમમાં તેની પસંદગી થવી જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY