સોફી ચૌધરીની કાર સાથે અકસ્માત, રીક્ષા ડ્રાઈવરની ધરપકડ

0
31

મુંબઈ,તા.૨૨
બોલીવૂડ અભિનેત્રી સોફી ચૌધરીની બીએમડબલ્યુ સાથે ઓટોરીક્ષા અથડાવી દેનાર રીક્ષા ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે.
સોફી ચૌધરી ગાયિકા પણ છે અને એમટીવી ઈન્ડિયાની ભૂતપૂર્વ વિડિયો જાકી પણ છે. પ્રાસંગિક મોડેલ અને ટીવી પ્રોગ્રામ પ્રેઝન્ટર સોફીની કાર સાથે રીક્ષા અથડાવાનો બનાવ બુધવારે રાતે બન્યો હતો.
રીક્ષાડ્રાઈવરનું નામ છે અનીસ એહમદ. એ ૨૨ વર્ષનો છે. ભારતીય ફોજદારી ધારાની કલમ ૨૭૯ અને ૩૩૬ હેઠળ એની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કલમ બેફામપણે વાહન હંકારવા અને કોઈ માનવીના જીવને જાખમમાં મૂકવાના ગુનાને લગતી છે. આ બનાવ ખાર પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર અંતર્ગત બન્યો હતો. સોફી ચૌધરીને કોઈ ઈજા થઈ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY