જેડીએસ-કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને પાર્ટીમાં ભેળવો : યેદિયુરપ્પા

0
11

પૂર્વ મુખ્યમંત્રીએ પાર્ટીની પહેલી એક્ઝિક્યુટીવ કમિટીની બેઠક સંબોધી
બેંગ્લુરુ,તા.૩૦
ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકમાં સરકાર બનાવાની કોશિષ હજુ બંધ કરી નથી. રાજ્યના ભાજપ નેતૃત્વે પોતાના કાર્યકર્તાઓને જનતા દળ (સેકુલર) અને કાંગ્રેસના નારાજ ધારાસભ્યો સાથે મળી તેમને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવાનું કહ્યુ છે.
૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીઓ બાદ પાર્ટીની પહેલી એક્ઝિયુટિવ કમિટીની બેઠકમાં ભાજપના રાજ્ય કક્ષાન અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ પાર્ટીને કાંગ્રેસ અને જેડીએસના ગઠબંધન સરકારના પાંચ વર્ષ પૂરા થાય તે પહેલાં જ સત્તામાં આવવાનો વિશ્વાસ છે.
યેદિયુરપ્પાએ કહ્યુ કે લોકોનો મત સ્પષ્ટ છે. તેઓ આપણને કોઇપણ રીતે સત્તામાં લાવવા માંગે છે. તેમણે પોતાનું સમર્થન ભાજપને આપ્યું હતું. ૨૦૧૯મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી સત્તામાં લાવવા અને પોતાની પાર્ટીને મજબૂત કરવાના ઉદ્દેશયથી હું પાર્ટી નેતાઓનો અપીલ કરતાં કહ્યુ કે તેઓ ગઠબંધનના નારાજ નેતાઓના ઘરે જાય અને તેમણે ભાજપમાં લઇને આવ્યા. તેમણે આગળ કહ્યુ કે અમે કર્ણાટક અને દેશના વિકાસની ચિંતા કરનાર દરેક લોકોનું સ્વાગત કરીએ છીએ.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે તેઓ સંયમ રાખશે અને ઉતાવળમાં કોઇ પગલું ભરશે નહીં. તેમણે કહ્યુ કે ગઠબંધન પહેલેથી જ ખૂબ અસ્થિર છે. તેમણે કહ્યુ કે જેડીએસ અને કાંગ્રેસનું અપવિત્ર ગઠબંધન એની જાતે જ પડી ભાંગશે અને તે પાંચ વર્ષ પૂરા કરશે નહીં. અમે બજેટ રજૂ કરવા સુધી રાહ જાઇશું અને ત્યારબાદ અમારું આગળનું પગલું ઉઠાવીશું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY