ઇઝરાયલની ચૂંટણીમાં બેન્જામિનની પાર્ટીનો વિજય, પાંચમી વખત વડાપ્રધાન બનશે

0
3

જેરુસલેમ,તા.૧૦
ઇઝરાયલમાં થયેલા જનરલ ઇલેક્શનમાં હાલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પાર્ટીને જીત મળી ગઇ છે. કાંટે કી ટક્કરવાળી ચૂંટણીમાં તેઓએ વામપંથી ગઠબંધનને હરાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૯૫ ટકાથી વધુ મતોની ગણતરી થઇ ગઇ છે, જેમાં નેતન્યાહૂને જીત મળી છે. આ ચૂંટણીમાં નેતન્યાહૂને સેવાનિવૃત્ત જનરલ બેની ગેંટ્‌સથી ટક્કર મળી રહી હતી. ગેંટ્‌સ બ્લૂ એન્ડ વ્હાઇટ ગઠબંધનના પ્રમુખ હતા. તેઓ સુરક્ષા મુદ્દાને પ્રમુખ બનાવીને સ્પષ્ટ રાજનીતિનો વાયદો કરી નેતન્યાહૂને પડકાર ફેંકી રહ્યા હતા.
નેતન્યાહૂની રાઇટ વિંગ લિકુડ પાર્ટીને ૩૭ સીટ મળી ચૂકી છે. જ્યારે ગેંટ્‌સની પાર્ટીને ૩૬ સીટો પર વિજય મળ્યો છે. અહીંની સંસદમાં કુલ ૧૨૦ સીટ્‌સ છે, દરેક વખતની માફક આ ચૂંટણીમાં પણ કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યું નથી. તેમ છતાં નેતન્યાહૂ મજબૂત સ્થિતિમાં છે, જેઓ ગઠબંધન કરીને સરકાર બનાવી શકે છે. આવું થયું તો નેતન્યાહૂ ઇઝરાયલના ઇતિહાસમાં સૌથી વધુ લાંબા સમય સુધી વડાપ્રધાન પદે રહેનાર પીએમ (૫મી વખત) બનશે. આવું કરીને તેઓ ઇઝરાયલના જનક તરીકે ઓળખાતા ડેવિડ બેનથી પણ આગળ નિકળી જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY