જેસડામાં બે પરિવાર વચ્ચે જૂથ અથડામણ : 5 ઘાયલ બે વ્યક્તિને અમદાવાદ લઇ જવાયા :13 લોકો સામે ફરિયાદ

0
201

ધ્રાંગધ્રા તાલુકાનાં જેસડા ગામે બાજુબાજુમાં રહેતા બે પરીવારના સામસામે જોવા બાબતે અથડામણ થતા હથીયારો સાથે એકબીજા પર હુમલો કરાતા પાંચથી વધુ લોકોને ઈજા થઇ હતી. ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ધ્રાંગધ્રાના જેસડા ગામે રહેતા બે પરીવાર વચ્ચે સામે સામે જોવા બાબતે રાત્રે બોલાચાલી થતા ધારીયા તલવાર લાકડી છરી સહિતના હથીયારો સાથે મારામારી થતા દોડધામ મચી ગઇ હતી. આ બનાવમાં તનુબેન ડાભી, કરશનભાઇ નાનજીભાઈ,ધનીબેન, કૈલાસબેન અને કાનજીભાઈ સહિત પાંચથી વધુ લોકોને ઈજા થઇ હતી.જ્યારે બે વ્યક્તિને ગંભીર હાલતમાં અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તાલુકા પોલીસમાં કાનજીભાઈ નાનજીભાઈ ડાભીએ મફાભાઈ મુળજીભાઇ પરમાર, ગણેશભાઈ મોતીભાઈ મકવાણા,નરેશભાઈ હમીરભાઈ પરમાર, હમીરભાઈ શીવાભાઈ પરમાર, કીશનભાઈના મહેમાન અને મોટાબેન મોતીભાઈ સામે ફરીયાદ નોધાવી હતી.જયારે સામા પક્ષે ગણેશભાઈ મોતીભાઈ મકવાણાએ પ્રવીણભાઈ કરશનભાઇ ડાભી, રમેશભાઈ કરશનભાઇ ડાભી, કરશનભાઇ નાનજીભાઈ,કાનજીભાઈ નાનાજીભાઈ ડાભી અને વિક્રમભાઈ કાનજીભાઈ ડાભી સામે ફરીયાદ નોધાવતા બન્ને પક્ષો સામે રાયોટીંગ નો ગુનો નોધી વધુ તપાસ તાલુકા પીઆઈ વી.એસ.રાઠવા કરી રહ્યા છે.

દિપકસિંહ વાઘેલા
તંત્રી : લીંબડી ટાઈમ્સ, સાપ્તાહિક
લીંબડી. મો.98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY