સુજલામ સુફલામ જળસંચય યોજના” અંતર્ગત અંકલેશ્વર તાલુકા ના ઉંછાલી ગામ માં આવેલ સિંચાઈ તળાવ ને પ્રાધાન્ય ન આપતા વિરોધ

0
122

 

બહુલક આદિવાસી વસ્તી અને
નેતાગીરી ના અભાવે મૂળભૂત જરૂરિયાત તંત્ર ને કાને ન પહોંચ્યા નો અફસોસ હજુ પણ તંત્ર માટે સમય વીત્યો નથી કોઈક એનજીઓ ને કહી કલેકટર ,ધારાસભ્ય કે સાંસદ કરાવી શકવા સમર્થ છેજ પણ
કોણ સમજાવે!!?

ગ્રામજન દ્વારા કલેકટર ને વિરોધસહ રજુઆત કરાશે

સમગ્ર રાજ્ય ની સાથે ભરૂચ જિલ્લા માં પણ દેશ ની સૌથી મોટી ” સુજલામ સુફલામ જળસંચય યોજના ” નો પ્રારંભ કરાયો છે. ત્યારે અંકલેશ્વર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઠેર ઠેર તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવા ની કામગીરી નો પ્રારંભ કરાયો છે.

અંકલેશ્વર તાલુકા ના ઉછાલી ગામેં 1988 માં સિંચાઈ વિભાગ દ્વારા તળાવ બનાવવા ના હેતુ થી ખેડૂતો પાસે ખેતી ની 8 હેકટર થી વધુ જમીન સંપાદન કરી લીધી હતી . પરંતુ જે હેતુ માટે સંપાદન કર્યું હતું તેવું તળાવ બનવવામાં આવ્યું નથી. અનેકો વખત રજૂઆતો કરવામાં આવી અને જાહેરાતો પણ કરવામાં આવી છતાં ત્યાં તળાવ બનાવવામાં આવ્યું નથી . હવે જ્યારે સરકારે જળ સંચય ના હેતુ થી સુફલામ સુજલાંમ યોજના શરૂ કરી છે ત્યારે ખરે ખર આ તળાવના હેતુ થી સંપાદિત જમીન ને આ યોજના માં આવરી લઇ સંપાદન નો હેતુ બરલાવવો જરૂરી હતો . એકતરફ આ વિસ્તાર માં નહેરો નહિ હોવા ના કારણે પાણી ની હંમેશા અછત રહે છે. ભૂગર્ભ જળ નીચા ગયા છે. ઉનાળા માં ઘણી વિકટ પરિસ્થિતિ સર્જાય છે. ગામલોકો સાથે પશુ-પક્ષી ઓ પાણી ની હાલાકી ભોગવે છે, હાલ માં જ ઉછાલી માં તળાવ થી થોડે દુર દીપડા નું મૃત દેહ મળ્યો હતો જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં પણ બતાવવામાં આવ્યુ છે કે પાણી ના અભાવે મરણ થયું છે. આમ આ વિસ્તાર માં પાણી ની અછત હોવા ના લીધેજ આ જમીન સંપાદન થઈ હતી પરંતુ આયોજન ના અભાવે આજ સુધી તળાવ બન્યું નથી.
હાલ સુફલામ સુજલામ યોજના માં 43 વીંઘા ના આ તળાવ માં ફક્ત 100મીટર ×50 મીટર ના ખોદકામ નું આયોજન કરવામાં આવ્યું છે.જે ફક્ત સરકારી તંત્ર ની લીપા પોથી સમાન છે.આટલા નાના વિસ્તારને ખોદી તેમાં જળ સંગ્રહ જ ન થાય તો જળ સંચય ક્યાંથી થશે? ઉછાલી ગામને સામેલ કર્યું એ કેહવા ખાતર આટલા નાના વિસ્તાર સમાવેશ કરી કાર્યવાહી કરી નો સંતોષ કરાશે અને પેપર પર બતાવવામાં આવશે. પરંતુ આવા કામો થી જળ સંચય નો મૂળ હેતુ સિદ્ધ થવાનો નથી જેના માટે આટલી બધી પ્રસિદ્ધિ કરવામાં આવે છે.
સરકારે જ્યાં નહેરો નથી એવા ગામ ના તળાવો ને વધારે મહત્વ આપવું જોઈએ અને જ્યારે દેશભર માં આટલી મોટી યોજના ચાલતી હોય અને તેમાં ઉછાલી ના તળાવનો નાનો વિસ્તાર સમાવેશ કરી ને આવિસ્તાર ની પ્રજા ને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જ્યાં પહેલા થી જ તળાવો ઊંડા છે ત્યાં કામગીરી કરી ને ફક્ત ખોટી પ્રિસિધ્ધિ કરવા કરતાં વાસ્તવ માં જ્યાં જરૂરિયાત છે અને જે કામ કરવાથી પ્રજા ને ફાયદો થાય તેવી જગ્યાએ કામો કરવા જોઈએ. જેથી યોજનાના હેતુઓ સિદ્ધ થાય.

ઉછાલી ગામના ડેપ્યુટી સરપંચ હરેશ ભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ ,આગેવાનો અને સ્વૈચ્છીક સંસ્થાઓ તરફથી આ બાબત ની રજુઆત કલેકટર ને કરવામાં આવશે. અને સાચી હકીકત કલેકટર મહોદય ને વાકેફ કરવામાં આવશે જેથી હજુ પણ આયોજન કરી શકાય.

  1. સલીમ પટેલ
    પ્રકૃતિ સુરક્ષા મંડળ 9427132246

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY