૧લી મે થી પ્રારંભ થનાર જળસંચય અભિયાનમાં જોડાઈ પાણી બચાવીને આવનારી પેઢીના ઙ્ગણી બનવાની તક ઝડપીએ -ઃ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ
ભરૂચઃ
જળ સંચય અભિયાન અંગે ભરૂચ જિલ્લા સંકલન સમિતિની કલેક્ટર કચેરીના સભાખંડમાં મળેલી બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આગામી ૧લી મે થી ગુજરાતભરમાં પ્રારંભ થનાર જળસંચય અભિયાનમાં જોડાઈ પાણી બચાવીને આવનારી પેઢીના ઙ્ગણી બનવાની તક સાંપડી છે, ત્યારે લોકોની જીવાદોરી સમાન નદીઅોને પુનર્જીવિત કરવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ચેકડેમો, નદીઅો અને તળાવો ઊંડા ઉતારવાના ભગીરથ કાર્યમાં સહયોગી બનવાની ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
મંત્રીએ ગામડાના છેવાડાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ હકારાત્મક અભિગમ થકી કાયમી – ઝડપી અને સરળ ઉકેલ ધ્વારા પ્રજાજનોને લોકભિમૂખ વહિવટની પ્રતીતિ થાય તેવું આયોજન ઘડી કાઢવા અમલીકરણ અધિકારીઅોને અનુરોધ કરી ચૂંટાયેલા જનપ્રતિનિધિઅો માટે વિકાસકાર્યોને વેગ આપવા અને લાભાર્થીઅો સુધી યોજનાકીય લાભો મળે તે જોવાની સવિશેષ જવાબદારી હોવાનું પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં સાંસદ મનસુખભાઇ વસાવા, ધારાસભ્યસર્વ અરૂણસિંહ રણા, દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ જશુબેન પઢિયાર, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ વડાશ્રી સંદિપ સીંગ, નિવાસી અધિક કલેક્ટર સી.બી.બલાત સહિત જિલ્લાના પ્રાંત અધિકારીઅો અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઅોની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ વિવિધ વિભાગો ધ્વારા જિલ્લામાં આજદિન સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે પદાધિકારીઅો ધ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તાકીદે નિવારણ થાય તે દિશામાં કામગીરી કરવા અમલીકરણ અધિકારીઅોને સૂચના આપી હતી.
આ બેઠકમાં કલેક્ટર રવિકુમાર અરોરાએ સરકારી વિભાગોના પડતર તુમાર નિકાલ, પડતર અવેઇટ કેસો, ગ્રામ સભાના પડતર કેસોના નિકાલ માટે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સહિત નિવૃત સરકારી કર્મચારીઅોના પેન્શન કેસ, ખાનગી અહેવાલ, ગ્રેજ્યુઇટી વગેરેની સમયસર ચૂકવણી ઉપરાંત સરકારી બાકી લેણાંની વસુલાત વગેરે અંગે સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઅોને જરૂરી સૂચના આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"









