જિલ્લાના કુલ- ૨૯૧ ગામો અને ચાર શહેરને નર્મદાનું પાણી આપવા માટે ચાર જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત
ગાંધીનગર : શુક્રવાર: ગાંધીનગર ખાતે જિલ્લા પ્રભારી અને પાણી પુરવઠા રાજય મંત્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને પીવાના પાણી અને સિંચાઇની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક મળી હતી. જિલ્લા કલેકટર સતીશ પટેલે સ્વાગત પ્રવચનમાં ગાંધીનગર જિલ્લાની પીવાના પાણીની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર તાલુકાના ૭૦ ગામો, દહેગામ- ૯૨ ગામો, માણસાના – ૬૨ ગામો અને કલોલ તાલુકાના ૬૭ ગામો મળી કુલ- ૨૯૧ ગામો અને ચાર શહેરોને નર્મદાનું પાણી આપવા માટે વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત છે. જે પૈકી ગાંધીનગર જિલ્લામાં કુલ- ૧૬૬ ગામોને જૂથ યોજના દ્વારા તથા ૧૨૫ ગામોને વ્યક્તિગત પાઇપ લાઇન યોજના દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે. આમા કુલ- ૨૯૧ ગામોને ૪૫.૫૦ એમ.એલ.ડી પાણીનો જથ્થો પુરો પાડવામાં આવે છે. જયારે ગાંધીનગર શહેરને ૪૫, દહેગામ શહેર- ૩, માણસા શહેર- ૫ અને કલોલ શહેરને – ૧૩.૫૦, પેથાપુર શહેરને – ૧.૫૦ એમ.એલ.ડી પાણી પુરવઠો નર્મદામાંથી આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લામાં ગાંધીનગરના ૬૮ ગામોમાં ૧૫૩ ટયુબ વેલ, દહેગામના ૯૩ ગામોમાં ૨૦૦, માણસાના ૬૭ ગામોમાં ૧૦૦, કલોલના ૬૯ ગામોમાં ૧૧૫ મળી કુલ- ૨૯૭ ગામોમાં ૫૬૮ જેટલા કાર્યરત બોર દ્વારા પાણી આપવામાં આવે છે. આમ વિવિધ જૂથ યોજનાઓ દ્વારા નર્મદા મેઇન કેનાલ તેમજ સ્થાનિક બોરવેલના સોર્સ દ્વારા ગાંધીનગર જિલ્લાના ગામોને પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.
મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં જુલાઇ માસ સુધી પીવાના પાણીના પ્રશ્નો અંગે કોઇ સમસ્યા સર્જાય નહિ તે માટે રાજય સરકારે અગ્રતાના ધોરણે આયોજન કર્યું છે. પાણીના રૂ. ૨૦૦ કરોડના વિવિધ વિકાસ કામો પૂર્ણતાના આરે છે.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વ શંભુજી ઠાકોર, સી.જે.ચાવડા, બલરાજસિંહ ચૌહાણ અને સુરેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇ, નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા સહિત પાણી પુરવઠાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોર્ટર બ્રિજેશ રાઠૉડ
મૉ: ૯૩૭૬૧૯૩૧૩૦
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"