જિનીવા,તા.૮
વર્લ્ડ બેન્કના અધ્યક્ષ જિમ યોન્ગ કિમે સોમવારે અચાનક રાજીનામાની જાહેરાત કરી છે. તે આ મહીનાના અંત સુધીમાં રાજીનામું આપશે. તે કાર્યકાળ પૂરો થવાના ૩ વર્ષ પહેલા રાજીનામું આપશે. કિમનો કાર્યકાળ ૩૦ જૂન ૨૦૨૨એ પૂરો થનાર હતો.
સ્ટાફને લખેલા પત્રમાં કિમે કહ્યુ કે તે લાંબા સમયથી એ માને છે કે વિકાસશીલ દેશોની નાણાંકીય જરૂરિયાતો અને સહયોગ માટે ઉપલબ્ધ રકમના અંતરને ઘટાડવા પ્રાઈવેટ સેકટરની સાથે કામ કરવું મહત્વનું છે. આ કારણે મે નિર્ણય લીધો કે નવા પડકારોને સ્વીકારીને પ્રાઈવેટ ફાઈનાન્સના પ્રયાસો પર ફોકસ કરવામાં આવે.
કિમના નિર્ણયથી અમેરિકાનો બીજા દેશો સાથે ઝધડો વધી શકે છે. કારણ કે ઘણાં દેશો એ ફરિયાદ કરે છે કે અમેરિકાએ વર્લ્ડ બેન્ક પર પ્રભાવ બનાવ્યો છે. કિમના રાજીનામાથી અમેરિકાનારાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના પસંદગીના કેન્ડીડેટને વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટના પદ માટે પસંદ કરવાની તક મળશે.
કિમ પ્રથમ વાર ૨૦૧૨માં તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયે વર્લ્ડ બેન્કના અધ્યક્ષ તરીકે પંસદ થયા હતા. ઓગસ્ટ ૨૦૧૬માં ઓબામાએ તેમને બીજા કાર્યકાળ માટે પસંદ કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




