૨૦૧૭માં ભારતમાં ૧.૨ લાખ બાળકો એચઆઈવી પીડિત, દક્ષિણ એશિયામાં સૌથી વધારે

0
100

યુનિસેફ રિપોર્ટ
જિનિવા,તા.૩૦
ભારતમાં ૨૦૧૭માં એચઆઈવી પોઝિટિવ બાળકો (૦-૧૯ વર્ષ સુધીના)ની સંખ્યા ૧.૨૦ લાખ થઈ ગઈ છે. આ આંકડો દક્ષિણ અશિયામાં સૌથી વધારે છે. આ આંકડો દક્ષિણ એશિયામાં સૌથી વધારે છે. યુનિસેફના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, જા એઈડ્‌સને ફેલાતો રોકવામાં નહીં આવે તો ૨૦૩૦ સુધીમાં દુનિયામાં રોજ ૮૦ બાળકોના મોત એઈડ્‌સના કારણે થશે. જાકે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે, દક્ષિણ એશિયાએ બાળકો, કિશોર,ગર્ભવતી મહિલાઓ અને માતાઓને એઈડ્‌સ ન થાય તે માટે ઘણાં પ્રયત્નો શરૂ કર્યા છે.
યુનિસેફે ‘ચિલ્ડ્રન એચઆઈવી એન્ડ એઈડ્‌સઃ ધી વર્લ્ડ ઈન ૨૦૩૦’ રિપોર્ટ જાહેર કર્યો હતો. તે રિપોર્ટ પ્રમાણે ગયા વર્ષે પાકિસ્તાનમાં ૫૮૦૦, નેપાળમાં ૧૬૦૦ બાળકો એઈડ્‌સના દર્દી બન્યા હતા. જ્યારે બાંગ્લાદેશમાં એક હજાર કરતાં ઓછા બાળકો એચઆઈવી પીડિત બન્યા હતા.
હાલ સમગ્ર દુનિયામાં ૧૯ વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના ૩૦ લાખ લોકો એચઆઈવીથી પીડિત છે. ૨૦૩૦ સુધી બે લાખ લોકો નવા તેમાં જાડાઈ શકે છે. ૨૦૩૦ સુધીમાં દુનિયામાં ૧૪ લાખ એચઆઈવી ઈન્ફેક્શનવાળા બાળકોમાં ઘટાડો થવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એક અંદાજ પ્રમાણે ૨૦૧૭માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના એચઆઈવી પીડિત બાળકોની સંખ્યા ૨૦૧૦ની સરખામણીએ ૪૩% ઓછી હતી. સમગ્ર દુનિયામાં એચઆઈવી પીડિતોના ઈલાજમાં ૩૫ ટકાનો ઘટાડો નોંઘવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY