લંડનમાં ડાયના વાવાઝોડું ત્રાટક્યું: ૪૦ હજાર ઘરોમાં વીજપુરવઠો ઠપ્પ

0
31

બ્રિટન,તા.૩૦
બ્રિટનમાં ડાયના વાવાઝોડાંના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. બ્રિટનના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે, મોટાંભાગની ટ્રેનો રદ કરવામાં આવી છે અને ફ્લાઇટ્‌સ મોડી પડી હતી. વાવાઝોડાંના કારણે હાલ ૧૨૮ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ૪૦,૦૦૦થી વધુ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને વરસાદના કારણે રસ્તાઓ પર વાહનો ચલાવવા પણ મુશ્કેલ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાંની અસર આ સપ્તાહના અંત સુધી રહેશે.
બ્રિટનમાં ગઇકાલે સાંજે ૬ વાગ્યા સુધી યલો વિન્ડ વો‹નગ જાહેર કરવામાં આવી હતી. હાલ સ્ટોર્મ ડાયના આર્યલેન્ડ પહોંચ્યું છે. જ્યાં ૧૩૦ કિમી/કલાકની ઝડપે વરસાદ થઇ રહ્યો છે. ફાયર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટના નેશનલ ડાયરેક્ટરે ઓથોરિટીને આ વાવાઝોડાં માટે પુરતી તૈયારીઓ કરવાના ઓર્ડર આપ્યા છે.
વાહન ચાલકોને ભારે વરસાદ અને પવનના કારણે ડ્રાઇવિંગ નહીં કરવાની ચેતવણી આપવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY