ટીચરે ક્લાસમાં ધમકાવતા વિદ્યાર્થીનીએ બદલો લેવા માટે ફેક એકાઉન્ટ બનાવ્યુ
જોધપુર,તા.૮
કોલેજમાં એર હોસ્ટેસનો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીએ પોતાની જ શિક્ષિકાના આપત્તિજનક ફોટા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા હતા.
આ મામલો રાજસ્થાનના જાધપુર જિલ્લાનો છે.જાધપુરમાં એર હોસ્ટેસની તાલીમ આપતી કોલેજમાં ફરજ બજાવતી શિક્ષિકાના નામનુ બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને કોઈએ શિક્ષિકાના ન્યુડ ફોટો અપલોડ કરી દીધા હતા.
એ પછી શિક્ષિકાએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરુ કરી હતી.પોલીસે સાયબર એક્સપર્ટસની મદદથી આ પોસ્ટ ક્્યાંથી પોસ્ટ કરાઈ છે તેની શોધખોળ કરી હતી.જેમાં ૧૯ વર્ષની વિદ્યાર્થિની હેલી ટાંક પકડાઈ હતી.
પોલીસે તેને અને તેના મિત્ર પંકજની ધરપકડ કરી છે.પૂછપરછમાં હેલીએ કબૂલ્યુ હતુ કે ટીચરે ક્લાસમાં મને ધમકાવી હતી અને તેના કારણે મેં બદલો લેવા માટે પંકજની મદદથી ટીચરનુ ફેક એકાઉન્ટ બનાવીને ન્યૂડ ફોટા મુકવાની સાથે સાથે અશ્લીલ વાતો શેર કરી હતી.
ટીચરે હેલીને ચેતવણી પણ આપી હતી.જોકે આ વિદ્યાર્થિની માની નહોતી અને પોતાના કરતૂત ચાલુ રાખતા આખરે શિક્ષિકાએ પોલીસને જાણ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



