સુરત, તા.૧૯
પલસાણા-જાળવા ગામ ખાતે કચરો નાંખવા બાબતે ઝઘડો થતા ત્રણ આરોપીઅોએ એક ૫૩ વર્ષીય ઈસમ પર લાકડાના ફટકા વડે હુમલો કરી ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પલસાણા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના જાનપુર જિલ્લાના વતની અને હાલમાં પલસાણા જાળવા સાંઈદીપ સોસાયટીમાં રહેતા ભાનુપ્રસાદ કમલ બહાદુરસિંગ રાજપૂત સાથે ગત દિવસોમાં કચરો નાંખવા બાબતે ઝઘડો કરી યુવરાજ પાટીલ, પ્રદીપ પાટીલ તથા નિલેશ પાટીલ વગેરેઅોએ ભાનુપ્રસાદ તથા તેમના મિત્ર આશુતોષ પર લાકડી વડે હુમલો કરી હાથ અને પગના ભાગે ફ્રેક્ચર કરી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ઈસમોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાનુપ્રસાદ રાજપૂતે પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪ તથા ૫૦૬ (૨) તથા ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



