પશ્ચિમ બંગાળની ભૂમિ ક્રાંતિકારીવીરોની ભૂમિ રહી છે. એ જ ભૂમિ ઉપર જે પરિસ્થિતિઓ ઉભી રહી છે તે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈના મતે ઉચિત નથી. રાજકીય લડાઈમાં તપાસ એજન્સીઓનું અંદરો અંદર ટકરાઈ જવું કાયદો અને બંધારણ માટે ખતરાની ઘંટી સમાન છે. રાજકીય અંદરો અંદરની લડાઈ એક તરફ અને કાયદાકીય તપાસ સંસ્થાની પોતાની સ્વતંત્રતા એકતરફ પરંતુ જે ભૂલ કોંગ્રેસે કરી એ જ ભૂલોને દોહરાવવી કેન્દ્રની વર્તમાન સરકારને જાણેકે સુવિધારૂપ બની ગઈ હોય એ રીતે સીબીઆઇ અને અન્ય તપાસ એજન્સીઓને રાજનેતાઓ પાછળ લગાવવી એ રાજકીય દુરૂપયોગ નથી તો શું છે..?? સપા-બસપાની વચ્ચે ગઠબંધનના દિવસે જ દરોડા પાડવા, આટલા વર્ષો પછી મૂર્તિઓનાં કેસમાં માયાવતીની વિરુદ્ધમાં તપાસ શરૂ કરાવવી, એવા અનેક ઉદાહરણો છે કે જે જાઇને વિરોધપક્ષ દ્વારા લગાવવાની મોદી સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ પોતાના રાજકીય સ્વાર્થ માટે કરી રહી છે તો આમાં વાંક કહેવાય..?!!
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની એવી ફરિયાદ છે કે મોદી સરકાર તેમની સરકારને આવી તપાસ એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી પરેશાન કરી રહી છે અને તેના કારણે સીબીઆઇને કોલકાતાનાં પોલીસ કમિશ્નર રાજીવકુમારને પકડવા પહોંચી ત્યારે મમતાનાં ઇશારા પર તેમની પોલીસે સીબીઆઇનાં અધિકારીઓને મુક્ત કરાવવામાં આવ્યા. મુખ્યમંત્રી મમતાએ મોદી સરકારની વિરુદ્ધમાં સીધી લડાઈનો મોરચો ખોલી નાંખી કોલકાતામાં ધરણા પર બેસી ગયા. રાજ્યની પોલીસ અને કેન્દ્રની તપાસ એજન્સી સીબીઆઇ વચ્ચે કોલકાતામાં જે થયું તેના મતે મમતા અને મોદી બંનેની સરકાર જવાબદાર છે અને જા બંગાળની જેમ જ્યાં વિરોધપક્ષની સરકારો છે ત્યાં પોલીસ અને કેન્દ્રની તપાસ એજન્સીની વચ્ચે જ ઝપાઝપી અને મારામારી થતી રહી તો દેશમાં અંધાધુંધી ફેલાઈ જશે. દેશમાં અરાજકતા ફેલાઈ જશે અને એક ભારત નેક ભારત ટુકડાઓમાં વહેંચાઇ જશે તો પછી બાકી બચશે જ શું..?!!
કોંગ્રેસે મારી વિરુદ્ધમાં ૯ વર્ષમાં સીબીઆઇનો રાજકીય દુરુપયોગ કર્યો એવું વારંવાર વડાપ્રધાન કહે છે. પરંતુ કોંગ્રેસે જે કર્યું. તેની સજા તેને મળી ગઈ. કોંગ્રેસ વિરોધપક્ષમાં છે અને તમો સત્તામાં તો પછી તમો પણ એવું જ કરશો તો પછી કોંગ્રેસની અને તમારી માનસિકતામાં ફરક શું રહ્યો..?!! બંગાળ સરકાર કેન્દ્ર સાથે સહયોગ નથી કરી રહી તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હોય. સીબીઆઇની તપાસનો જે સમય છે. તેમાં વિરોધપક્ષને બદલાની ભાવનાની ગંધ આવે તો તેના પરથી લાગે છે કે આ રાજકીય દુરુપયોગ થઇ રહ્યો છે. જેમ કે ભાજપાનાં અમિત શાહનાં હેલીકોપ્ટરને જ્યાં તેઓ ઉતારવા ઈચ્છતા હતા ત્યાં ઉતારવાની માની કરવી. ભાજપાના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથનાં હેલીકોપ્ટરને પણ મંજુરી ન આપવી અને તેના પછી સીબીઆઇનું શારદાચીટ ફંડ જુના પુરાના કેસમાં કોલકાતાના પોલીસ કમિશ્નરને પકડવા જવું એ જે સમય છે તે બતાવે છે કે આ રાજકીય પગલું છે. કાયદાકીય નથી. અત્યાર સુધી સીબીઆઇ કેમ ન પહોંચી કોલકાતાનાં પોલીસ કમિશ્નરને પકડવા..?!! આ બધી ઘટનાઓ જે રીતે બની રહી છે અને થવાની છે તે સમવાયતંત્રને માટે ખતરનાક બની શકે છે. આંતરિક રાજકીય રમતમાં સીબીઆઇ, ઇડી કે પોલીસબળનો ઉપયોગ ન થાય એ જાવાની ન્યાયતંત્ર અને ચોથી જાગીરના પત્રકારોની ફરજ છે. કેન્દ્ર અને રાજ્યની વચ્ચે આ પ્રકારનાં ટકરાવાથી આખરે સામાન્ય લોકો પણ વહેંચાઇ જશે તો જે હાલત મહાસત્તા રશિયાની થઇ એવા જ હાલ ભારતના થઇ શકે છે. અલગ રાજ્ય અલગ રાષ્ટÙ બની જાય તો એક દેશ કઈ રીતે ટકશે..?!! કેન્દ્ર સરકાર પણ જા મારું જ બધું અને મને જ ૫૦ વર્ષ સુધી રાજ કરવાનો અધિકાર મળી ગયો છે એવી માનસિકતાની સાથે રાજ્યોની સાથે વર્તન કરે એ પણ ઉચિત નથી ટકરાવાથી નહિ પરંતુ વાતચીતથી પ્રશ્ન ઉકલે. ‘મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા…’ આ સૂરમાં બંગાળ, રાજસ્થાન,પંજાબ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક વગેરેના સુર બેસુર થઇ જશે તો સરદાર પટેલનું અખંડ ભારત ખંડ-ખંડમાં વહેંચાઇ જશે તો હદય સમ્રાટ હોય કે એક રાજ્યના લોકોનાં મનમાં સ્થાન પામેલી કે પામેલા કોઈ પ્રાદેશિકતા રાજનેતા કે રાજ્ય મહિલા નેતા..!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




