વિસાવદરનાં છેલણકા ગામે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

0
29

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકામાં સેવાસેતુના ચોથા તબકકાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત વિસાવદર પ્રાંતનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી ડી.વી.વાળાની અધ્યક્ષતામાં અને વિસાવદર મામલતદાર ગોસાઇની દેખરેખ તળે છેલણકા પ્રાથમિક શાળામાં કલ્સ્ટરનાં જુની ચાવંડ, નવી ચાવંડ, ખીજડીયા, ઘંટીયાણ, મહુડા મહુડી, છેલણકા અને ઢેબર કલ્સ્ટરનાં ગામોને સાંકળીને યોજાયો હતો.  છેલણકા ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં લોકોની પાયાની જરૂરીયાતો જેવી કે આધારકાર્ડ, આધારકાર્ડ સંલગ્ન મોબાઇલ નંબર પરિવર્તન, રાશનકાર્ડમાં નામ દાખલ કરવુ, રાશનકાર્ડમાં નામ કમી કરવુ, રાશનકાર્ડમાં નામમાં સુધારો કરવો, જાતી પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરૂ સહાય યોજના, ફ્રી શીપકાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, વિકલાંગતા પ્રમાણપત્ર, કસ્તરુબા પોષણ સહાય યોજના, માંવાત્સલ્ય કાર્ડ, માંઅમૃત્તમ કાર્ડ, હેલ્થ વેલનેશ કાર્ડ, મેડીસીન સારવાર, રસીકરણ, આધારકાર્ડનું બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, સુકન્યા સમૃધ્ધી યોજના, અટલ પેન્શન યોજના, કેસલેસ લીટરસી, ભીમ એપ, જનધન યોજના, નવુ બેન્ક એકાઉન્ટ ખોલવા, વૃધ્ધ નિરાધાર સહાય યોજના, વિધવા સહાય યોજના, ક્રીમીલેયર પ્રમાણપત્ર, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, લર્નીંગ લાયસન્સ, સાત-બાર આઠ-અના દાખલા, રેવન્યુ રેકર્ડ લગત કામો સહિતની વિવિધ કામગીરી એક જ સ્થળેથી હાથ ધરવામાં આવી હતી.

આવી જ રીતે જૂનાગઢ પ્રાંત વિસ્તારના પ્રાંત અધિકારી જ્વલંત રાવલનાં માર્ગદર્શન તળે પીપળીયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. વંથલી પ્રાંતનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકરી કેયુર જેઠવાનાં માર્ગદર્શન તળે માણાવદરનાં સરાડીયા ગામે અને કેશોદ પ્રા;તનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી રેખાબા સરવૈયાનાં માર્ગદર્શન તળે બામણવાડા ગામે અને મેંદરડા પ્રાંત વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી જે.સી.દલાલનાં માર્ગદર્શન તળે માળીયા હાટીના તાલુકાનાં કડાયા ગામે યોજાયો હતો.સેવાસેતુ કાર્યક્રમમાં તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ સેવાસેતુ કાર્યક્રમમાં જોડાઇને લોકપ્રશ્નોનું નિરાકરણ લવાયુ હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY