ખેડૂતોના હક્ક માટે સરકાર બદલવી પડે તો પણ બદલી નાંખીશુઃ રાહુલ ગાંધી

0
36

દેવામાફી,ન્યૂનત્તમ સમર્થનની માંગ સાથે દેશભરના હજારો ખેડૂતોનું ‘દિલ્હીમાં હલ્લાબોલ’
દેશનો ખેડૂત કોઈ મફતની ગિફ્ટ નહીં, પોતાનો હક માંગી રહ્યો છે,પીએમ મોદીએ ભારતને અંબાણી-અદાણીમાં વહેંચી દીધું છે,ખેડૂતોનું ભવિષ્ય બદલવા પીએમ બદલીશું
ન્યુ દિલ્હી,તા.૩૦
ડાબેરીઓની આગેવાનીમાં દેશભરના ૩૫ હજાર ખેડૂતો સંસદ ભવનની સામે ધરણાં દેવા પહોંચ્યા હતા. આટલી મોટી રેલી દરમિયાન તંત્ર દ્વારા માત્ર ૩૫૦૦ પોલીસ કર્મચારીઓને તહેનાત કર્યાં હતા. ખેડૂતો દેવા માફી, પાકના ભાવમાં વૃદ્ધિની માગ કરી રહ્યાં છે. તેઓએ કેન્દ્ર સરકાર પર તિરસ્કૃત કરવાનો આરોપ લગાવ્યો છે અને ખેતી પર સંકટને લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે. ધરણામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, NCP પ્રમુખ શરદ પવાર અને લોકતાંત્રીક જનતા દળના શરદ યાદવ, નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા, CPI(M)ના નેતા સીતારામ યેચુરી હાજર રહ્યાં.
રાહુલે કહ્યું હતું કે દેશનો ખેડૂત સરકાર પાસે કોઈ ભેટ કે ગિફ્ટ માંગતો નથી પણ તેનો હક માગી રહ્યો છે. સરકાર બદલાવી પડે તો બદલાવી નાખો, પીએમ બદલવા પડે તો બદલાવી નાખો. ખેડૂતો હવે પોતાનું અપમાન સહન કરશે નહીં.
તેઓએ વધુમાં કહ્યું, “દેશના ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવે છે, ત્યારે ખેડૂતોનું દેવું પણ માફ થવું જાઈએ. અમે દેશના ખેડૂતોને આશ્વત કરવા માંગીએ છીએ કે, અમે તમારી સાથે છીએ. તમારી શક્તિ એ જ દેશને બનાવ્યો છે. પીએમ મોદીના દાવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું, મોદીજીએ વચન આપ્યું હતું કે MSP(મેક્સિમમ સેલિંગ પ્રાઈસ) વધારવામાં આવશે, પરંતુ હાલમાં શું પરિસ્થિતિ છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું તમને બધાને હિન્દુસ્તાનના ખેડૂતોને આશ્વાસન આપવા માંગું છું કે ગભરાશો નહીં, અમે તમારી સાથે છીએ. તમે દેશને ભોજન આપો છો. અમે તમને તમારા હક જરુરથી આપીશું. હું તમારા બધાનો દિલથી ધન્યવાદ કરવા માંગું છું.
નોંધનીય છે કે ૨૦૦થી વધુ ખેડૂત સંગઠનોનાં એકછત્રી સંગઠન અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિનાં નેજા હેઠળ રાજધાની દિલ્હીમાં ૨૯-૩૦ નવેમ્બરના રોજ બે દિવસીય કિસાન મુક્તિમાર્ચનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા ગુજરાત, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ સહિત દેશભરમાંથી આવેલા હજારો ખેડૂતોએ ગુરુવારે દિલ્હીની સરહદ પર આવેલાં પાંચ સ્થળોએથી રામલીલા મેદાન તરફ મહાકાય રેલીઓ કાઢી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY