વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાતનો પ્રયાસ, માતા-પુત્રનું મોત

0
9

એક બાળકીની હાલત ગંભીર
જૂનાગઢ,તા.૧૦
વિસાવદરના પિયાવા ગામે સામૂહિક આપઘાતનો પ્રયાસ થયો છે. એક પરિવારની માતાએ બે બાળકોને દવા પીવડાવી પોતે પણ દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માતાએ બે બાળકોને દવા પીવડાવી પોતે પણ દવા પી જતા એક બાળકીની હાલત ગંભીર છે, જ્યારે ૬ વર્ષના બાળકનું મોત થયું છે. સારવાર દરમિયાન એક બાળકનાં મોત બાદ માતાનું પણ મોત થયું છે. પિયાવા ગામથી તમામને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ ઘટના પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. માતા-પુત્રના મોત બાદ બચી ગયેલા ત્રીજા બાળકની હાલત પણ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY