જૂનાગઢ,તા.૧૦
દર વર્ષે યોજાતી ગિરનાર આરોહણ-અવરોહણ એડવેન્ચર સ્પર્ધાનો આજે સવારે પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં સ્પર્ધકો ગિરનારની તળેટીમાં એકઠા થયા હતા. આ વર્ષે કોમ્પિટિશનમાં ૫૦૦થી વધુ સ્પર્ધકો જાડાયા છે.
જૂનાગઢ માં ગિરનાર પર્વત પર સૌથી અનોખી એડવેન્ચર એવી ગિરનાર આરોહણ આવરોહણ સ્પર્ધા યોજાતી હોય છે. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ દોડીને ગિરનાર પર્વતના પગથિયાં ચઢવાના અને ઉતારવાના હોય છે. ત્યારે કપરી કહેવાય તેવી આ સ્પર્ધા શિયાળામાં યોજાતી હોય છે. ત્યારે આજે ફુલગુલાબી ઠંડીની વચ્ચે સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. ૧૨ રાજ્યોના કુલ ૫૦૩ સ્પર્ધકોએ વહેલી સવારે ગિરનાર ચઢવા માટે દોટ લગાવી હતી.
આ સ્પર્ધામાં કુલ ૨૯૨ સિનિયર બોઇસ, ૭૮ જુનિયર બોઇસ, ૯૬ સિનિયર ગર્લ્સ અને ૩૭જુનિયર ગર્લ્સે ભાગ લીધો છે. જેમાં ગર્લ્સને માલી પરબ સુધી ૨૨૦૦ પગથિયાં અને બોયઝે અંબાજી મંદિર સુધી ૫૦૦૦ પગથિયાં ચડવાના હોય છે. જૂનાગઢ મહાનગર પાલિકાના મેયર અધ્ય શક્તિબેન મજમુદાર અને ધારાસભ્ય ભીખાભાઇ જાશીએ સવારે લીલી ઝંડી બતાવીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




