બાદમાં બાઇક સળગાવી અને ઓફિસમાં તોડફોડ કરી
સુરત,તા.૧૦
પાંડેસરામાં ત્રણ દિવસ પહેલા નજીવી બાબતે થયેલા ઝઘડામાં લેબર કોન્ટ્રાક્ટરને ત્રણ યુવાનોએ માર મારીને રૂપિયા ૬૫૦૦૦ની કિંમત સોનાની ચેન લૂંટી લીધી હતી. બાદમાં રૂપિયા ૧,૨૫ લાખ કિંમતની બાઇકને સળગાવી દીધી અને ઓફિસમાં તોડફોડ કર્યું હતુ. કુલ્લે રૂ ૧,૯૦ લાખનું નુકસાન કરીને ભાગી ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જીલ્લા માં હડીયાના વતની અને હાલમાં ઉધના વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલ પાસે આશા નગરમાં રહેતા ૩૨ વર્ષીય અજય કુમાર ભુલનભાઈ દુબે પાંડેસરામાં ભેસ્તાન ખાતે ભગવતી નગર ઇન્ડસ્ટ્રીયલ ખાતે લેબર કોન્ટ્રાક્ટર ઓફિસ ધરાવે છે અને ત્યાં જ નવ દુકાને ભાડેથી આપેલી છે. જેમાં ચાર નાસ્તા મોબાઈલ રિચાર્જ સહિતની દુકાનો છે.
ગત તારીખ ૭ સાંજે અજય કુમાર મોટરસાયકલ પર દુકાનોમાં ભાડું લેવા માટે ગયા હતા તે સમયે ત્યાં પંકજ ગોસ્વામી અને ગિરધારી યાદવ વચ્ચે રકઝક ચાલતી હતી જેથી અજયકુમારે ત્યાં ઝઘડો કરવાની ના પાડી હતી જેના પગલે ઉશ્કેરાઈ ગયેલા પંકજ ગોસ્વામી તથા ક્રિપા ગોસ્વામી અને ચંદનસિંહનાઓએ અજય કુમારની ઢીકમુક્કીનો માર માર્યો હતો અને રૂપિયા ૬૫ હજારની કિંમતની સોનાની ચેન લૂંટી લીધી હતી. તેઓએ તેમની રૂપિયા ૧૨૫૦૦૦ની કિંમત મોટર સાયકલ સળગાવી દીધી હતી અને ઓફિસમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જાકે કુલ્લે રૂપિયા ૧૯૦૦૦૦ની કિંમત નુકસાન કરી નાસી ગયા હતા. આ અંગે અજય કુમારે પાંડેસરા પોલીસ મથકમાં પંકજ ગોસ્વામી તથા કૃપા ગોસ્વામી અને ચંદનસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





